Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેનોય વોટર પ્લાન્ટના સંચાલકને 6 મહિનાની કેદ, 10 લાખનો દંડ મિત્ર પાસેથી લીધેલાં 5 લાખ પરત ન કરતાં ચાલેલાં કોર્ટ કેસમાં ચુકાદો

Share

ભરૂચ.

ભરૂચ શહેરના કસક સર્કલ પાસે માછીવાડ વિસ્તારમાં રહેતાં કૃણાલ પ્રવિણચંદ્ર મિસ્ત્રી વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સાથે સાથે તેઓ ઇકો કાર ભાડેથી ચલાવીને અલગથી આવક મેળવતાં હતાં. ભરૂચમાં સી પોપટલાલ નામની પેઢીમાં તેમના પિતા સાથે સોના-ચાંદીનો વેપાર કરતાં અને ભોલાવ જીઆઇડીસીમાં હરીક્રિષ્ણા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટ તરીકે કેનોઇ મિનરલ વોટર વેચાણનો વેપાર કરતાં દિપેન મુકેશ ચોક્સી સાથે તેમને મિત્રતાં હતી. તેઓ લાંબા સમયથી એકબીજાના પરીચયમાં હોઇ તેઓ વચ્ચે ગાઢસંબંધ હતાં. દરમિયાનમાં વર્ષ 2019ના જૂલાઇ મહિનામાં દિપેને તેમને જણાવ્યું હતું કે, પાદરાના રૂપેશ નામના એક સોના-ચાંદીના વેપારીને 4 લાખ રૂપિયા ચુકવવાન છે. તેમજ તેને પોતાને 1 લાખ રૂપિયાની તાતી જરૂરિયાત છે. જેના પગલે કૃણાલ મિસ્ત્રીએ મિત્રતામાં તેની સ્થિતી સાંભળીને મદદરૂપ થવાથી ભાવનાથી તેની પત્નીના ખાતામાંથી ચેક થકી કુલ 4 લાખ તેમજ એક લાખ રૂપિયા રોકડાં આપ્યાં હતાં. દિપેને એક વર્ષમાં એટલે કે, જૂલાઇ 2020 સુધીમાં રૂપિયા પરત કરી આપવાનો વાયદો કર્યો હતો. એક વર્ષ પુર્ણ થયાં બાદ કૃણાલ મિસ્ત્રીએ તેના રૂપિયા પરત માંગતાં તેણે વધુ પાંચ-છ મહિનાની મહુલત માંગી હતી. જેથી, કૃણાલ મિસ્ત્રીએ મિત્ર ભાવમાં તેને વધુ સમય આપ્યો હતો. જોકે, તે બાદ પણ તેણે રૂપિયા પરત કર્યાં ન હતાં. વારંવાર ધક્કા ખવડાવ્યાં બાદ તેણે ફેડરલ બેન્કો 10 ઓગષ્ટ 2021ની તારીખનો 5 લાખનો ચેક લખી આપ્યો હતો. જે તેમણે બેન્કમાં જમા કરાવતાં તે ચેક એકાઉન્ટ ક્લોઝના શેરાથી પરત થયો હતો. દિપેને છેતરવાના ઇરાદે બોગસ ચેક આપ્યો હોવાનું જણાતાં કૃણાલ મિસ્ત્રીએ તેમને નેગોશિયેબલ ઇન્સ્ટ્યુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ મુજબની નોટીસ આપી હતી. જોકે, તે બાદ પણ તેણે રૂપિયા નહીં ચુકવતાં આખરે તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો. અદાલતે ફરિયાદી કૃણાલ મિસ્ત્રીના વકીલ ડી. જી. ઠાકોરની દલીલો અને સૈંદ્ધાંતિક પુરાવાના આધારે દિપેન મુકેશ ચોક્સીને કસુરવાર ઠેરવી તેને 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત ફરિયાદી કૃણાલ મિસ્ત્રીને ચેકની બમણી રકમ એટલે કે 10 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

હાંસોટ : જે.એસ.એસ. દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા કેરીયર ગાઈડન્સ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!