Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિકાસ રથ ભરૂચના ગ્રામ્ય પંથકમાં જન જાગૃતિનું પ્રતિક બન્યો: સ્થળ પર યોજનાઓની માહિતી અને લાભનું કરાયું વિતરણ

Share

ભરૂચ 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસસેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 
ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ રથ‘ પરિભ્રમણ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ૦૩ ગામમાં વિકાસ રથ ભ્રમણ કરી રહ્યો છે. આ વિકાસ રથ નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે પહોચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયતના બાંઘકામ સમિતી ચેમરમેન રાયસિંગ વસાવાના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતોઆયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આ વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ સહિત શપથ લેવામાં આવ્યા હતા. લાભાર્થીઓને સ્થળ પર મકાન સહાયઆયુષ્યમાન કાર્ડ અને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Share

Related posts

વડોદરાના હરણી વિસ્તારના રહીશોનો પીવાનું પાણી ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

કસક ગરનાળા પાસે રીક્ષામાંથી ઝેરી કોબ્રા મળતા અફરાતફરી : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે સમયસર રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત બહાર કાઢ્યો 

ProudOfGujarat

માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!