Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર NH-48 પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યું

Share

અંકલેશ્વરના NH-48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા HK ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં  આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ  અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી  અને આગ પર પાણીના માળા મારવાની કામગીરી શરૂ કરી. આગના કારણે ધુમાડાના ઘેરા ગોટાળા દૂર સુધી દેખાયા હતા. ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ  છે, પરંતુ પ્રાથમિક રીતે વાયર શોર્ટસર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નશીલ છે અને  નજીકના વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી.

Share

Related posts

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

ProudOfGujarat

આણંદ દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને બી.એલ.ઓ ના રજા પગાર અંગે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!