Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે

Share

ભરૂચ

ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત  શારદા ભવન, અંકલેશ્વર, જિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ગુરુવાર, ૧૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે, શારદા ભવન, અંકલેશ્વર ખાતે યોજાનાર છે. નાગરિકોને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરાવવો તથા નાણાંકીય જાગૃતિ વધારવી છે. આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પોતાના સ્ટૉલ ઉભા કરશે. જ્યાં નાગરિકોને તેમની અનક્લેમ્ડ થાપણો, રકમ, એકાઉન્ટ્સ તથા ડી.ઈ.એ.એફ. (Depositor Education and Awareness Fund) દાવાઓ અંગે માહિતી,ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે. જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાની અનક્લેમ્ડ રકમ તથા ખાતાઓ સંબંધિત માહિતી મેળવે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ અભિયાનનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરવામાં આવે છે.  
Advertisement

Share

Related posts

સારોદ-જંબુસર મુકામે આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ (MPP5-પ્લાન્ટ) ને ક્લોઝર અને રૂપિયા ૧ કરોડથી દંડીત કરાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

ProudOfGujarat

વિશ્વ વાઘ દિવસ : વાઘની વસ્તી તેની મૂળ રેન્જના માત્ર 7 ટકા જેટલી જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!