Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે પુષ્યનક્ષત્રમાં સોનાની ખરીદી ૫૦ ટકા ઘટી

Share

સોનાના ભાવમાં સતત થઈ રહેલાં વધારાને લઈને લોકોએ રોકાણ ટાળ્યુ

ગત વર્ષે ભરૂચ જિલ્લામાં સોનાનો ભાવ ૭૦થી ૮૦ હજારની વચ્ચે ચાલી રહ્યો હતો.

Advertisement

। ભરૂચ ।

વિશ્વસ્તરે સોનાના બજારમાં ભારે તેજી ચાલી રહી છે. સોનું અકલ્પનિય રીતે હાલમાં એક તોલાના ૧.૩૦ લાખની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે આટલું મોંધુ સોનું ખરીદી કરવાનો વિચાર પણ હવે સામાન્ય અને મધ્યમવર્ગના બજેટની બહાર નિકળી ગયો છે. સોનાએ સામાન્ય પછડાટ સિવાય સતત ઉપર તરફ જવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ગરમાવો જ જોવા મળે તેવી શક્યતાઓ છે ભરૂચ શહેર જિલ્લામાં સોનાની ખરીદીને લઈને આ વર્ષે લોકોમાં ઓછો મોહ હોવાનું લાગી રહ્યું છે. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે સોની બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તેનો મોલ હજી પણ વધુ વર્ષ તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ગત વર્ષે ભરૂચ શહેર જિલ્લામાં સોનાનો ભાવ ૭૦થી ૮૦ હજાર જેટલો હતો. જે હવે વધીને ૧.૩૦ લાખ રૂપિયા સુધી પહોંચી જતાં જાણે ગરીબો માટે સોનું ખરીદવું માત્ર એક સ્વપ્ન સમાન બની ગય છે.

લોકોના સામાજિક વ્યવહારો પર અસર પડી
। ભરૂચ ।
સામાજિક પ્રસંગોમાં સામાન્યત: પરિવારના અંગત લોકો સોનાની વસ્તુઓ વ્યવહારમાં આવતાં હોય છે. જેની સામે તેઓ તેમના પ્રસંગમાં પણ તે જ પ્રકારે સોનાની કોઈ વસ્તુ આવશે તેમ વિચારતાં હોય છે. જોકે, હાલમાં સોનાએ જે ગતિ પકડી છે. તે જોઈને લોકો હવે સોનાની વસ્તુ આપવા માંગતા નથી. તેમજ પોતાના માટે પણ ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે.


Share

Related posts

ભરૂચમાં રોયલ એપાર્ટમેન્ટ પરથી પડેલા પતરા ના ટુકડા ના કારણે વીજ વાયરમાં શોર્ટ સર્કિટ

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!