Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અદાણી ફાઉન્ડેશનદહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો

Share

ભરૂચ

અદાણી ફાઉન્ડેશન મહિલાઓના ઉદ્યોગસાહસને પ્રોત્સાહન, સશક્તિકરણ અને ટકાઉ જીવનોપાર્જન માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાઅદાણી પેટ્રોનેટદહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ આઠ સ્વસહાય સમૂહોએ પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી. દિવાળી મેળાનું ઉદ્ઘાટન એચ.સી. હિરામટહેડ – એન્જિનિયરિંગ સર્વિસ અને શ્રી ઇન્દ્રજીતસિંહ વાળાહેડ ડ્રાઇ કાર્ગો વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.મેળામાં કંપનીના કર્મચારીઓસ્થાનિક નાગરિકોસ્વસહાય જૂથના બહેનો અને હસ્તકલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ ૮ સ્વસહાય સમૂહ(SHG) એ ભાગ લીધો હતો. મેરાલી સખીમંડળ  (હાથાકુંડી)નવસર્જન સખીમંડળ  (કવચિયા)યહામોગી સખીમંડળ  (મચમડી)એકતા સખીમંડળ(જોલવા)શિવશક્તિ સખીમંડળ (જાગેશ્વર) અને જય દેવમોગરા ગ્રુપ (હાથાકુંડી) સહિત આસપાસના ગામોના અન્ય સમૂહો પણ જોડાયા હતા.
 આ સમૂહોએ હસ્તનિર્મિત અને પર્યાવરણને અનુકૂળ વિવિધ ઉત્પાદનો રજૂ કર્યા હતા. સજાવટી દીવામીઠાઈઇન્દ્રાણી ચોખાદિવાળી ગિફ્ટ આઈટમવાંસના કલાત્મક ઉત્પાદનોઊનના તોરણહાથથી બનાવેલા બેગ અને ડિઝાઇનર ડ્રેસિસ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરી ને વેચાણ માટે મૂકી હતી. મેળામાં આવેલા મુલાકાતીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને એક જ દિવસે ₹45,260નું વેચાણ થયુંજે ગ્રામ્ય મહિલાઓના ઉદ્યોગસાહસ માટે પ્રોત્સાહક પ્રારંભ રહ્યો છે.
Advertisement

Share

Related posts

પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તથા એટ્રોસિટીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં બીલ વિનાના ૧૮૦૦૦ કિલો ઘઉં ભરેલી ટ્રક સાથે બે ઝડપાયાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!