Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા આધેડનું મોત…

Share

પાલેજ :-

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા આધેડનું ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા મોત નિપજવા પામ્યું હતું. રેલ્વે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૫૫ ના આશરાનો ગતરોજ ડાઉન રેલ્વે લાઇન પાસે કોઇપણ ટ્રેનમાંથી અકસ્માત રીતે પડી જતા જમણા પગનો પંજો કપાઇ છુંદાઇ જતા તેમજ શરીરે થયેલ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભરૂચ રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રકુમાર રમણલાલ દાસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક આધેડ પુરૂષ ઉ.વ.૫૫ ના આશરાનો, શરીરે મજબુત બાંધાનો, રંગે શ્યામ વર્ણ, ઉંચાઇ પx૫, બદનમાં સફેદ કલરનું અર્ધી બાયનું શર્ટ જુનુ મેલુ તથા કમરે રાખોડી કલરનું પેન્ટ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે…

Advertisement

 

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ઝઘડીયા તાલુકાના સરસાડ ગામે એપીએમસી ચેરમેનના હસ્તે ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી માર્ગ ઉપર ગત રોજ સર્જાયેલ અકસ્માત ની ઘટના માં એક મહિલા ના મોત બાદ લોકો ના આક્રોશ ને લઇ તંત્ર એક્શન માં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!