Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોલના વાંકલમાં કપિરાજનો આતંક : બેંક અને એટીએમ સામે વાનરનો ઉપદ્રવ, ગ્રાહકોમાં ભયનો માહોલ

Share

વાંકલ
માંગરોલ તાલુકાના વાંકલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. આઈઆઈએફ ગોલ્ડ લોન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એટીએમ સામે વાનરોના ઉપદ્રવથી લોકોમાં ભયનું વાતાવરણ છે. ગ્રાહકો બેંક અને એટીએમમાં આવતા હોય ત્યારે વાનર તેમની પાછળ દોટ મૂકતા, કેટલાક ગ્રાહકો તો એટીએમમાં ઘુસી દરવાજો બંધ કરીને પોતાના બચાવમાં સફળ થયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે વાનરોએ આખા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે, જેના કારણે લોકો રોજિંદા કાર્યો માટે બહાર નીકળતા ડરી રહ્યા છે. વાનરો સી.સી.ટી.વી.માં કેદ થયા છે. ગ્રામજનો હવે વન વિભાગને તાત્કાલિક પીંજરું મૂકી આ વાનરોને પકડવાની માંગ કરી રહ્યા છે.

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં વડ ઉદવહન યોજનાનું પાણી ટેસ્ટિંગ કરાતા નીરનાં વહેણ આવતા જગતનો તાત અને પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!