પોલીસે હત્યા કરનાર સગીર સહીત બેની ધરપકડ કરી છે.રૂપિયા ની જરૂર પડતા બગડેલો મોબાઈલ હોવા છતાં વાત છુપાવી 3 હજાર માં અન્ય મજુર ને વેચ્યો હતો.
મોબાઈલ બગડેલો ખબર પડતા જ રૂપિયા પરત કરવા રહેતા ઈસમ નો ઇન્કાર ભાડે પડ્યો હતો. બે ભાઈઓ એ ઈંટ ના ફટકા મારી અધમુવો કરી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ઈસમ નું વડોદરા સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
અંકલેશ્વર માં દિવાળી ના તહેવારો ગંભીર પ્રકારના ઉપરા છાપરી બનાવો સામે આવ્યા છે. બેસતા વર્ષના દિવસે ગડખોલ ગામે જ્યાં બનેવી એ સાળાની હત્યા કરી નાખી હતી. તેના એક દિવસ પહેલા પીરામણ ગામ ખાતે પણ ખૂની ખેલ ખેલાયો હતો. બનાવની વિગતો અનુસાર દિવાળીના બીજા દિવસે અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે આવેલા નેશનલ ટાવર નજીક અવાવરું જગ્યા માં એક અજાણ્યા ઈસમ માથામાં ગંભીર ઇજા સાથે અર્ધ બેભાન હાલતમાં મળી આવતા ગામ ના સરપંચ દ્વારા 108 વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.ગંભીર ઇજા ના પગલે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે પ્રાથમિક હત્યાની કોશિશનો ગુનો નોંધી હત્યારો ઈસમ કોણ છે તેની તપાસ શરુ કરતા છૂટક મજૂરી કરી ફુટપાટ પર રહેતા ઈસમ મૂળ ખેડા ના નાના કોતરીયા ગામ નો વિષ્ણુ કુમાર ગણપત સિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. અને પીરામણ ગામ ના મજૂરી વેળા એક ઈસમ ના ફોન થી પોતાના ભાઈ ને ફોન કર્યો હોવાનું સામે આવતા પોલીસે તેના ભાઈ ને જાણ કરી તેની ઓળખ કરી હતી. જો કે વિષ્ણુ રાઠોડ નું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ માટે ખૂનની કોશિશ ની ગુથ્થી સૂઝે એ પહેલા હવે હત્યાની તપાસ શરુ કરાવી પડી હતી. શહેર એ ડિવિઝન પી.આઈ. પી.જી ચાવડા સાથે એલસીબી પી.આઈ. એમ.પી વાળા જોડાતા બને એ સંયુક્ત તપાસ શરૂ કરી સ્થળ તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ શરુ કર્યું હતું. મૃતક વિષ્ણુ કોની કોની જોડે ફરી રહ્યો હતો. તેનો તાગ મેળવી 3 જેટલા શકમંદો સાથે એક સગીર ને પોલીસ મથકે લઇ આવી પૂછપરછ શરુ કરતા પોલીસ ના પ્રાથમિક ઇન્ટ્રોગેશન માત્ર ટેક્નિકલ પૂછપરછ માજ સગીર ભાંગી પડ્યો હતો. અને તેને તેમજ તેના મોટા ભાઈ ગોબરીયા ઉર્ફે સુનિલ દિનેશ કતીજા એ મૃતક ઈસમ પાસે થી 3000 રૂપિયા માં મોબાઈલ ખરીદ્યો હતો. જે મોબાઈલ 2500 રૂપિયા આપ્યા હતા અને 500 રૂપિયા બાકી હતા દરમિયાન ધરે જઈ ને જોતા મોબાઈલ ખરાબ હતો. જેને લઇ તેઓ એ વિષ્ણુ રાઠોડ પાસે 2500 પરત માંગી મોબાઈલ લઇ જવા જણાવતા વિષ્ણુ રાઠોડે 500 રૂપિયા આપો અને મોબાઈલ હવે પાછો ના લેવાઈ તેની વાત કરી ઝગડો કર્યો હતો. દિવાળી ની ખરીદી કરી રહેલા બને ભાઈઓ ને વિષ્ણુ રાઠોડ એ રોશન પાર્ક પાસે બોલાવ્યા હતા. ત્યાંથી તે ચાલકે ચાલો રેલ્વે ક્રોસ કરી નેશનલ ટાવર પાસે પીરામણ ગામ ના પટેલ ફળીયા પાસે અવાવરું જગ્યાએ લઇ જઈ રહ્યો હતો. વિષ્ણુ મારે એ ડર થી સગીર સિમેન્ટ સાથે ની ઈંટ ઉઠાવી લીધી હતી. અને પાછળ પાછળ ચાલી રહ્યો હતો દરમિયાન વિષ્ણુ એ અચાનક તેના મોટા ગોબરીયા ઉર્ફે સુનિલ માર મારવા ની શરૂઆત કરતા સગીર ઈંટો વડે વિષ્ણુ ના પગ ધા કરતા તો પડી ગયો હતો. જે બાદ પુનઃ ઉભો થઇ ગોબરીયા ઉર્ફે સુનિલ મારવા જતા તેને ઈંટ ઉપાડી ઉપરાછાપરી ઈંટો ઘા ઝીકી લોહી લુહાણ હાલતમાં ત્યાં જ છોડી ફરાર થઇ ગયા હતા. અને તેનો મોટો ભાઈ મધ્યપદેશ માં તેની સાસરી માં ફોન બંધ કરી જતો રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસ ની એક ટીમ એમ.પી પહોંચી જાંબુવા ના કલ્યાણપુર તાલુકામાં થી ગોબરીયા ઉર્ફે સુનિલ દિનેશ કતીજા ને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઇ આવી તેની પૂછપરછ કરતા તેને પણ હત્યાની કબૂલાત કરતા પોલીસે સગીર તેમજ ગોબરીયા ઉર્ફે સુનિલ દિનેશ કતીજા ની ધરપકડ કરી હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો હતો.
