Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત…

Share

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા 75 વર્ષીય વૃદ્ધ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. રેલ્વે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર એક અજાણ્યો પુરુષ ઉ.વ.૭૫ ના આશરાનો ગતરોજ  ભરૂચ રેલ્વે સ્ટેશન ઉતરે કિ.મી. નં. ૩૨૬/૧૩-૧૧ ની વચ્ચે અપ રેલ્વે લાઇન પર ટ્રેન નં. ૧૯૦૫૪ અપ મુજફ્ફરપુર – સુરત એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતા માથાની ખોપરી ફાટી જતા તેમજ બંને પગ કપાઇ જતા ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. મૃતક શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણ ઊંચાઇ આશરે ૫ X ૬ જેણે અડધી બાયની સફેદ રંગની ટી-શર્ટ મેલી તેની ઉપર લાલ રંગનો આખી બાયનો શર્ટ તથા કમરે વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની વર્કઆઉટ લૂક બ્લેક ટર્ટલનેક ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી.

ProudOfGujarat

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!