Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના સારંગપુર ગામ માં આર.ટી.આઈ એક્ટિવિઝ ને તલાટી નો જવાબ રેકર્ડ ચોરી થઇ ગયા હોવાનો ખુલાસો કરતા વિવાદ સર્જાયો છે. 

Share

આર.ટી.આઈ ની માહિતી આપવામાં વિલંબ બાદ ટી.ડી.ઓ હુકમ બાદ પણ પંચાયત દ્વારા માહિતી ના આપતા કૌભાંડની ફરિયાદ કરી રહ્યા છે. સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા પોતાની ખાનગી પેઢી માં ખોટા વાઉચર બની 1 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ એ કર્યો હતો. ચોરી થઇ તો ફરિયાદ કેમ ના કરાઈ ના સવાલ સાથે આર.ટી. એક્ટિવિસ્ટ ની પોલીસ માં પણ ફરિયાદ કરી છે.

અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ના વિવાદિત ડેપ્યુટી સરપંચ સામે વધુ એક સનસની ભર્યો આરોપ સામે આવ્યો છે. ગામ ના આર.ટી.આઈ એક્ટિવિઝ આગેવાન અક્ષય રાજેશ પટેલ દ્વારા એક મહિના પૂર્વે પંચાયત ના વિવિધ કામો અને ખર્ચ તેમજ ચુકવણા અંગેની માહિતી આર.ટી.આઈ હેઠળ માંગી હતી. જો કે 30 દિવસ થઇ જવા છતાં માહિતી ના મળતા ટી.ડી.ઓ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જે બાદ દિન 7 માં તમામ માહિતી આપવાનો હુકમ ટી.ડી.ઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે તે બાદ માહિતી લેવા પહોંચેલા અક્ષય પટેલ ને તલાટી ગૌતમ જીંજરા દ્વારા માહિતી ઉપલબ્ધ ના હોવા સાથે રોકડની ચોરી થઇ ગઈ હોવાનો જવાબ આપતા મામલો ગરમાયો છે. આ અંગે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અક્ષય પટેલ એ જણાવ્યું હતું કે પંચાયત દ્વારા માહિતી આપવામાં વિલંબ કરી ઇરાદાપૂર્વક કૌભાંડ ને છુપાવવામાં આવી રહ્યો છે. વધુ માં તેઓ આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવી તેમની અંગત એજન્સી માં જમા કરાવી 1 કરોડ ઉપરાંત ના નાણાં ની પંચાયત માં કૌભાંડ આચર્યું છે.જેના વાઉચર અને ચેક નંબર પણ અમારી પાસે છે. ચોરી થઇ છે તો આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી. જો કરી હોય તો ફરિયાદ ની નકલ આપતા નથી. આ અંગે અંતે અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી તેમજ જો આર.ટી.આઈ હેઠળ ની માહિતી ના મળશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી., તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ડોગ સ્કોર્ડ અને એફ.એસ.એલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ ગુનો નોંધી પંચાયત ના સીસીટીવી મેળવી તપાસ શરુ કરી છે. જેમાં શકમંદ પણ નજરે પડી રહ્યા છે. ત્યારે સીસીટીવી આધારે શકમંદો શોધખોળ શરુ કરી છે તેમજ પંચાયત શું ચોરી થઇ તેમજ કેવા રેકર્ડ ની ચોરી થઇ છે તે અંગે પણ તપાસ છે.આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટ એ જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન પંચાયત માં ચોરી થઇ છે કોઈ ઈસમ દ્વારા તોડફોડ કરી રેકર્ડ અસ્ત વ્યસ્ત કરી કેટલાક રેકર્ડ ચોરી તેમજ ફાડી નાખવામાં આવ્યા છે. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે તલાટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.તો સારંગપુર ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ એ જણાવ્યું હતું કે ગત 18 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સુધી પંચાયત માં દિવાળી ની રજા હતી જે બંધ કચેરી માં કોઈ ઈસમો દ્વારા તાળા તોડી તોડફોડ કરી રેકડ ને નુકસાન પહોંચાડ્યું છે. જે અંગે સફાઈ કર્મચારી દ્વારા જાણ કરતા પોલીસ ને જાણ કરી હતી. અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ટાઈગર ઝિંદા હૈ એક્ટર સજ્જાદ ડેલફ્રૂઝના 3 ધમાકેદાર વેલેન્ટાઈન ડે ના પોશાકમાં લુક શેર કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખુબ ઊંચા વ્યાજે ધિરાણ કરતી ગેંગ…આ ગેંગને નાણા પુરા પાડતા મોભાદાર વ્યક્તિઓ

ProudOfGujarat

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!