Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. એસપી એ અધિકારીઓ અને જવાનોને એકતા શપથ લેવડાવ્યા હતા.

Share

જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને ‘રાષ્ટ્રીય એકતા શપથ’ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાનાં ધાવટ ગામમાં બાગાયત ખાતા દ્વારા મહિલાઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ.

ProudOfGujarat

અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરાઈ.

ProudOfGujarat

આઈ.ટી.આઈ મ્યુચ્યુઅલ ફંડે ITI Value Fund NFO ( આઈટીઆઈ વેલ્યુ ફંડ એનએફઓ ) રજૂ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!