Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ઉમરવાડા ગામના તળાવમાં પ્રદુષિત પાણી માછલાંના મોત

Share

ગામ માં જ આવેલ તળાવ માં અસંખ્ય માછલાં કિનારે મૃતપ્રાય જોવા મળ્યા હતા. એક મહિનામાં બીજીવાર માછલાં ના ભેદી મોત થી ગ્રામજનોમાં રોષ હતો.

જીપીસીબી દ્વારા માત્ર સેમ્પલ લેવામાં આવે છે કાર્યવાહી નહિ નો રોષ ઠાલવ્યો હતો.

Advertisement

તળાવ માંથી જ ગામ ના કુવા પાણી જાય છે અને તેના ગામ ને પાણી આપવામાં આવતું હોવાથી સ્વચ્છ પાણી સામે પણ સવાલ ઉઠ્યા છે.

અંકલેશ્વર


અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ને અડી ને આવેલા ઉમરવાડા ગામ ખાતે પુનઃ જળ પ્રદૂષણ ની ફરિયાદ ઉઠી છે. ગત 1 ઓક્ટોબર ના રોજ તળાવ માં માછલાં ના ભેદી મોત નિપજ્યા હતા બાદ પુનઃ એકવાર 2 નવેમ્બર ના રોજ ગામ ના મુખ્ય તળાવ માં માછલાં ના મોત થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે. ઢોર પણ જે પાણી પર નિર્ભર છે. ગામ માં પીવાનું પાણી જે કુવા માંથી આવે છે એ કુવા માં તળાવ નું પાણી લેવાઈ છે. આ વચ્ચે તળાવ માં રાસાયણિક પાણી ક્યાં થી આવ્યું એ ખબર નથી પણ તેના કારણે માછલાં ના મોત થયા છે અસંખ્ય માછલાં ના મોત થયા છે. આ માછલાં મૃત પ્રાયઃ હાલત માં જોવા મળી રહ્યા છે. જે અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ટેલિફોનિક જાણ કરી છે વારંવાર બની રહેલ આ ઘટના ની ગામ ના પાણી બગડી રહ્યા હોવા સાથે જમીન ને પણ નુકસાન થઇ રહ્યું છે. જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહિ કરવામાં આવશે તો આગામી દિવસો માં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં ની ફરજ પડશે


Share

Related posts

રાજપીપળા ખાતે ગેસના સિલિન્ડર ડીલીવરી બોય દ્વારા ગ્રાહકો સાથે ચલાવાતી ઉઘાડી લૂંટ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં અમરતપરા ગામે દેશી દારૂ બનાવી સંતાડી રાખ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી દારૂ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

રાજ્યસભામાં થયેલા હંગામાની તસવીરો આવી સામે : લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!