Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

ટ્રેનમાં ચઢતી વેળાં મહિલાના પર્સમાંથી નાનુ પાકીટ ચોરી ગઠીયો ફરાર

Share

ભરૂચ.
અંક્લેશ્વરના લક્ષ્મણ નગર ખાતે રહેતી રેણુ રાહુલ સિંગ બ્યુટીપાર્લરનું કામ કરે છે. ગત 15મી ઓક્ટોબરના રોજ તેઓ તેમની પુત્રી સાથે કામ અર્થે વેરાવળ જવા માટે નિકળ્યાં હતાં. જેથી તેઓએ જનરલ ટિકીટ લઇને અંક્લેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી બાન્દ્રા વેરાવળ ટ્રેનમાં ચઢ્યાં હતાં. ટ્રેનમાં ચઢતી વેળાં ભીડનો લાભ ઉઠાવી કોઇ ગઠિયાએ તેમના પર્સમાં મુકેલું નાનું પાકિટ કે જેમાં એક સોનાની બુટ્ટી, ચાંદીની બે વિંટી, 3900 રોકડા, ચાર જોડી પગના બીરછું તેમજ અલગ અલગ આઇકાર્ડ એટીએમ સહિત કુલ 43 હજારથી વધુનો સામાન મુક્યો હતો. તે ચોરી કરી રફૂચક્કર થઇ ગયો હતો. બનાવને પગલે તેમણે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat

જામનગરમાં રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આખરે ક્યારે સુધરશે પર્યાવરણના દુશ્મનો, દહેજ જીઆઇડીસી વિસ્તારમાંથી દરીયામાં છોડાઇ રહ્યું છે ખુલ્લેઆમ પ્રદુષિત પાણી..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!