Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના લીંબાસી ખાતેથી વિદેશી દારૂ સહિત એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડિયાદની લીંબાસી પોલીસે બાતમી અને હકીકતના આધારે એક રહેણાંક મકાનમાંથી રૂપિયા ૫૦ હજારથી વધુના દારૂના પ્રોહિબિટેડ મુદ્દામાલ ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ LCB પોલીસ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ.કો. કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે લીંબાસી પો.સ્ટે હદના ભલાડા ગામ હરસિદ્ધપુરા વિસ્તારમાં રહેતા રાજેશભાઇ ઉર્ફે લાલો ગુલાબભાઇ પરમાર રહે.ભલાડા માતર નાઓના કબ્જા ભોગવટાના મકાનની કાચી ઓરડીમાં પ્રોહી મુદ્દામાલ સંતાડી રાખી વેચાણ કરતો હોય જે જગ્યાએ રેઇડ કરતા હાજર મળી આવેલ ઇસમ પરેશભાઇ ઉર્ફે જિમો ઉદેસિંહ પરમાર રહે.ભલાડા ડાહ્યા ભાથીનો મહેલ્લો માતર ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂ બોટલ નંગ-૮૪ કિ.રૂ.૪૩,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ. ૨૪૦૦/- મળી કુલ્લે ૪૫,૪૦૦/- તથા અંગજડતીના રોકડા રૂ.૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-નો મળી કુલ કિં.રૂ.૫૦,૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ તથા નાસી જનાર રાજેશભાઇ ઉર્ફે લાલો ગુલાબભાઇ પરમાર રહે.ભલાડા બંન્ને ઇસમો વિરુદ્ધમાં લીંબાસી પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ હેઙકો.કનકસિંહ નાઓએ ફરીયાદ આપતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પી.એમ નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનું કરાયું ઈ-લોન્ચિંગ.

ProudOfGujarat

સીઝન 3 ની જાહેરાત પર વરુણ ભગત કહે છે કે, અનદેખી એ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે

ProudOfGujarat

માંગરોળ ગાયત્રી મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!