Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પત્નીને ભરણપોષણના રૂપિયા ન આપવા પડે તે માટે ફરાર પતિ આખરે ઝડપાયો

Share

ભરણપોષણ  ના આપવું પડે તે માટે ગુમ થયેલાનું તરકટ કરનાર ફરાર પતિ આખરે ઝડપાઇ ગયો હતો. એક વર્ષ પૂર્વે કોર્ટ ના ચુકાદો આવ્યા બાદ ભરણપોષણ આપવાનો હુકમ થયો હતો. પરિવાર એ ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.મુંબઈ, દમણ સહીત વિવિધ વિસ્તારમાં છુપાઈ ને ઘરે આવતા જ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. કોર્ટના હુકમ મુજબ 330 દિવસ ની જેલ મોકલવા હુકમ આધારે જેલમાં ધકેલ્યો હતો.

અંકલેશ્વર કોર્ટ દ્વારા 2024 માં ભરણપોષણના એક કેસમાં અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે રહેતા દિપક ભરત પટેલને હુકમ કરી પત્ની પ્રતિ માસ 4 હજાર લેખે 11 મહિના 44000 રૂપિયા ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો. અને જો આ ભરણ પોષણ એક માસ માં નહિ આપે તો 330 દિવસ ની સાદી કેદની સજા ફટકારી હતી. જે સજા નો હુકમ થતા જ દિપક પટેલ ઘર છોડી ગાયબ થઇ ગયા હતો. પરિવાર પણ જાણતા હોવા છતાં તે ગુમ થયો હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જે છેલ્લા એક વર્ષથી ગુમ થયો હોવાના ઓઠા હેઠળ દમણ, વડોદરા, મુંબઈ સહીત શહેર માં ફરતો રહ્યો હતો. અને કોઈને જાણ કર્યા વગર પરિવાર ને મળવા માટે આવી જતો હતો. દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરુ કરી હ્યુમન ઇન્ટેલજન્ટની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન શહેર પોલીસ મથકે ગુમસુદા અને ભરણપોષણ કેસમાં સજા થી બચવા નાસતો ફરતો દિપક ભરત પટેલ જૂના બોરભાઠા ગામ ખાતે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતી આધારે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બોરભાઠા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને કોર્ટ ના હુકમ આધારે 330 દિવસ સાદી કેદ ની સજા માટે સબ જેલમાં મોકલી આપ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામે અગાઉ પકડાયેલા 6410 કિલો ગૌમાંસ ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

ProudOfGujarat

ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!