Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છુટાછેડા વિના લગ્ન કરવા પતિ યુપી વતને ગયો, પરીણિતાએ મંડપમાં પહોંચી ભાંડો ફોડ્યો

Share

અંકલેશ્વર માં રહેતી પરણિતાએ યુપી પહોંચી પતિ ના બીજા લગ્ન મંડપ જ પતિ નો ભાંડો ફોડી નાખી લગ્ન અટકાવ્યા હોવાની ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી છે.  9 વર્ષ ના પ્રેમ સાથે પ્રેમ લગ્ન 3 વર્ષ પૂર્વે કરનાર પ્રેમી પત્ની જોડે છૂટાછેડા લીધા વગર યુપી માં પોતાના ગામ લગ્ન કરવા પહોંચ્યો હતો. પ્રથમ પત્ની તમામ પુરાવા લઇ લગ્ન મંડપ માં પોલીસ સાથે પહોંચી લગ્ન રોક્યા હતા. સમગ્ર વિડિયો વાયરલ થતા ઘટના સામે આવી હતી.
ગત રોજ અંકલેશ્વર ના પર પ્રાંતીય વિસ્તાર માં એક વિડીયો વાયરલ થવા સાથે ભારે ચર્ચા જગાવી છે. જે વાયરલ વિડીયો અનુસાર અંકલેશ્વર માં જ રહી યુવતી સ્કૂલ સમય થી એક યુવક જોડે પ્રેમ થતા પ્રથમ 30 માર્ચ 2022 ના રોજ 9 વર્ષ ના પ્રેમ માં કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ બને પરિવારની મરજી થી અંતે પુનઃ 8 ડિસેમ્બર 2022 ના રોજ પરિવાર દ્વારા સન પ્લાઝા હોટલ ખાતે ધામધૂમથી લગ્ન કર્યા હતા. જો કે કોઈ કારણોસર પ્રેમ લગ્ન કરનાર દંપતી નું જીવન પ્રેમ ભંગ થતા તૂટી ગયું હતું અને વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. જો કે આ અંગે કોર્ટમાં કેશ ચાલી રહ્યો છે. આ વચ્ચે યુવતી ને ખબર પડી કે તેનો પ્રેમી પતિ યુપી માં પોતાના ગામ પહોંચી લગ્ન કરી રહ્યો છે. જે જાણતા જ ક્યારે પણ વતન યુપી ના લઇ જનાર પતિ ને રંગે હાથ પકડવા માટે યુવતી તેના સંબંધી મિત્રો જોડે યુપી પહોંચી ગઈ હતી. અને ત્યાં પોલીસ સાથે રાખી લગ્ન મંડપ માં તમામ પુરાવા સાથે પ્રેમી પતિ સામે જ આવી ઉભી થઇ ગઈ હતી અને લગ્ન ના ફોટો થી માંડી તમામ પુરાવા રજૂ કરી દીધા હતા. આ વચ્ચે પ્રથમ પત્ની સામે આવી જતા હક્કા બક્કા થઇ ગયેલા પતિએ શાંત રહેવા કહીને છૂટાછેડા થઇ ગયા હોવાનો લૂલો બચાવ કરી પુરાવા મનાવતો જોવા મળ્યો હતો. આ વચ્ચે યુવતી લગ્ન જીવન માં 1 લાખ કરતા વધુ રૂપિયા પણ લીધા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ભારે હંગામા નો આ વિડીયો વાયરલ થયો હતો. જે લગ્ન તો અટકી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ થઇ નથી. ત્યારે વાયરલ વિડીયો માં યુવતી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ અને પોલીસ ની હાજરી જોતા લગ્ને લગ્ને કુંવારા પતિ ના પોતાના જ વતન માં ધજાગડા ઉડાડતો આ વિડ્યો ચર્ચા નો વિષય બનવા સાથે યુવતી ની હિંમત ને લોકો દાદ આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હર ઘર ધ્યાન – હર ઘર યોગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સ્વબચાવ કામગીરી વિશે તાલીમ અપાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, 2.26 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!