Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોરી, સાઇબર ફ્રોડના 4.64 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા

Share

અંકલેશ્વર ડિવિઝન વિવિધ પોલીસ મથક માં ચોરી, સાઇબર ફ્રોડના 4.64 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિક ને પરત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસ કચેરી ખાતે ડીવાયએસપી ડૉ કુશળ ઓઝા દ્વારા મૂળ માલિક ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં 7 પોલીસ મથકના 28 મોબાઈલ 3.81 લાખ રૂપિયા પરત કર્યા : એક મોટર સાઇકલ કિંમત રૂ.44 હજારની સાયબર ફ્રોડ ના 39.500 રૂપિયા રિકવર કરી મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા

રાજ્ય પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ડી.વાય.એસ.પી કચેરી અંતર્ગત આવતી વિવિધ પોલીસ મથક માં ચોરી, સાઇબર ફ્રોડ ના મુદ્દામાલ ને આજરોજ મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ડિવિઝન માં આવતા પાનોલી પોલીસ મથકના 5 , જીઆઇડીસી પોલીસ મથકમાં 4 અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના 7 અને હાંસોટ પોલીસ મથકના 1, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના 8, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 3 મોબાઈલ મળી કુલ 28 મોબાઈલ કિંમત રૂપિયા 3.81.493 ના મોબાઈલ મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા હતા. તો હાંસોટ પોલીસ મથક ની ચોરી થયેલ બાઈક 1 કિંમત રૂપિયા 44000 મૂળ માલિકને આપવામાં આવી હતી. તો અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ના સાયબર ફ્રોડ ની રોકડ 25000 તેમજ હાંસોટ પોલીસ મથકની સાયબર ફ્રોડ માં ગયેલ રોકડ રૂપિયા 14.500 મળી કુલ સાયબર ફ્રોડ ના 39.500 રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ 30 ગુના માં મોબાઈલ. બાઈક અને સાઇબર ફ્રોડ ની રોકડ મળી કુલ 4.64.993 રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના યુવાને મેળવ્યો બ્રોન્ઝ મેડલ..!!

ProudOfGujarat

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!