Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં રસ્તા પહોળા કર્યા તો અર્ધા રોડ પર વાહનોએ અડિંગો જમાવ્યો

Share

અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે ને પોતાના હસ્તગત કર્યા બાદ 6 મહિના બાદ અંતે રોડની કામગીરી શરુ કરી છે. જેમાં પાલિકા એ ઓએનજીસી થી ત્રણ રસ્તા સર્કલ સુધી 771 મીટર નો માર્ગ બને તરફ મળીને 18 મીટર પહોળો,ત્રણ રસ્તા સર્કલ થી જીનવાલા સર્કલ સુધીનો 373 મીટરનો 15 મીટર પહોળો, જીનવાલા સ્કુલ થી ચૌટા નાકા સુધી 399 મીટરનો 15 મીટર પહોળો, ચૌટા નાકા થી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો 15 મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલ થી ભરૂચી નાકા સુધી 21 મીટર પહોળો રોડ બનાવ્યા છે. રોડ પહોળા થતા ટ્રાફિક હળવો થશે તેવી આશા હતી પણ આ આશા ઠગારી નીવડી છે. રોડ પર હવે વાહન પાર્ક કરી અર્ધા માર્ગ પર અડિંગો જમાવી રહ્યા છે. તો રોડ બાજુ માં પુનઃ દબાણ ઉભા થઇ ગયા છે. ધૂળમાંથી નગર માં નિજાત મળી છે. પણ હજુ પણ ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે.  પાલિકા દ્વારા રોડ નું કામ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. આ વચ્ચે માર્ગ પર અડચણ રૂપ પાર્કિંગ તેમજ દબાણ રોડ બનતા સાથે જ અડિંગો જમાવી રહ્યા છે. તો ત્રણ રસ્તા માર્કેટ પાસે તો 18 મીટર નો રોડ માંડ 9 મીટર નો જોવા મળી રહ્યો છે. તો પુનઃ પુરાણ કરી દબાણ કરતા ઓ ધીરે ધીરે પોતાના પગ પેસારો કરી રહ્યા છે. પાલિકા ના વહીવટી ઉણપ વચ્ચે વાહન ચાલકો ટ્રાફિક નો ભોગ બનવા સાથે રોડ બનવા બાદ પણ યાતના વેઠવા મજબૂર બન્યા છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે આશીર્વાદ સમાન 108 ની કામગીરી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગડખોલ ગામમાં આવેલી વર્ષા ફોટો નજીકથી જુગાર રમતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!