Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચી નાકા પાસે નાળા પર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકોનો જોખમી શોર્ટકટ

Share

ભરૂચી નાકા પાસે નાળા પર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો જોખમી શોર્ટકટ લઇ રહ્યા છે. નાળું રીપેર કરવા માટે 10 દિવસ થી બેરીકેટ લગાવી એંગલ લગાવી પણ કામ શરુ ના થયું છે. લાંબા ફેરવા થી બચવા એંગલ સાઈડ માં 20 ફૂટ ઊંડી કાંસ બાજુમાંથી જોખમી રીતે ટુવ્હીલર કાઢી જતા વાહનચાલકો નજરે પડી રહ્યા છે. કાંસમાં પટકાઈ જવાનો ડર હોવા છતાં જોખમ લેતા વાહન ચાલકો તૈયાર જોવા મળી રહ્યા છે.

દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ને.હા. 64 પર ભરૂચ નાકા જલારામ મંદિર પાસે વરસાદી કાંસ ના નાળા ને જોખમી દર્શાવી નવીનીકરણ ની કામગીરી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાવી દીધું છે. પણ કામ આજે 10 દિવસ બાદ પણ શરુ કર્યું નથી. આ વચ્ચે જ્યાં સોસાયટી માં ભારદારી વાહનો ઘુસી જતા હોવાથી રહીશો દ્વારા રોડ ઉંચાઈ નિયત કરવા બાબુ પાલિકા પાસે બંધાવી રહ્યા છે. તો લાંબો ફેરવો થી બચવા હવે ટુ વ્હીલર વાહન ચાલકો જોખમી રીતે પ્રતિબંધિત નાળા પર થી પસાર થવાનું જોખમ લઇ રહ્યા છે. નાના વાહન ચાલકો દ્વારા નાળા ની બાજુ માં લાગેલા લોખંડ ના એંગલ બાજુ માંથી વરસાદી કાંસ ની બાજુ માં માત્ર 3 ફૂટ ની જગ્યા માંથી 20 ફૂટ ખુલ્લી કાંસ પાસેથી ગાડી પસાર કરી રહ્યા છે. જોખમ હોવા છતાં બને તરફ થી વાહન લઇ આવાગમન કરી રહ્યા છે. સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા ને.હા ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્ર ને કામ જલ્દી શરુ કરવા માટે અપીલ કરે એ જરૂરી બન્યું છે.

Advertisement

Share

Related posts

जहीर इकबाल फ़िल्म “नोटबुक” के साथ बॉलीवुड में अपना डेब्यू करने के लिए पूरी तरह से है तैयार!

ProudOfGujarat

ભરૂચ વેજલપુર બમ્બાખાના વિસ્તારમાં બે માલનું મકાન ધસરાયુ : બે વર્ષની બાળકી અને બે મહિલા સહીત છ વ્યક્તિઓને ઇઝા….

ProudOfGujarat

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!