Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર આરોપી યુપીથી ઝડપાયો

Share

અંકલેશ્વર લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર આરોપી યુપીથી ઝડપી પાડ્યો હતો. 20 દિવસ બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઉત્તર પ્રદેશ થી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરા ને મુક્ત કરાવી હતી. પોસ્કો તેમજ અપહરણ બાદ હવે દુષ્કર્મ નો પણ ગુનો દર્જ કરી તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં 20 દિવસ પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી એક ઈસમ અપહરણ કરી ફરાર થઇ ગયો હતો જે સંદર્ભે પરિવાર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને સગીરા ને ભગાડી જનાર ઈસમ ઝડપી પાડવામાં માટે ટેકનિકલ સર્વેલન્સ શરુ કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલ આધારે સગીરા ને ભગાડી જનાર ઈસમ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ માહિતી જીઆઇડીસી પોલીસને મળતા એક ટીમ યુપી પહોંચી હતી. અને સ્થાનિક પોલીસ ની મદદ લઇ સગીરા ને ભગાડી જનાર મોસમ શિવશંકર કુશવાહા ની ધરપકડ કરી હતી તેમજ 17 વર્ષીય સગીરા ને મુક્ત કરાવી અંકલેશ્વર લઇ આવી હતી. પોલીસે સગીરા નો મેડિકલ રિપોર્ટ કરાવતા તેની જોડે ઈસમે દુષ્કર્મ પણ આચયું હોવાનું સામે આવતા પોલીસે દુષ્કર્મ નો ગુનો પણ નોંધી મોસમ શિવશંકર કુશવાહા ના તબીબ પરીક્ષણ સાથે રિમાન્ડ ની તજવીજ પણ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા – એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની પાર્ટી, વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડતા થશે કાર્યવાહી

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં રહેણાંક મકાનમાંથી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ, કેમિસ્ટની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!