Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીની ચૂંટણીમાં નિખીલ શાહ 757 મતથી વિજેતા

Share

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ભરૂચ શહેરના નિખીલ શાહ 757  મત સાથે મહામંત્રી તરીકે વિજય થયાં છે .
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની પ્રમુખ તેમજ મહામંત્રી માટેની ઓનલાઇન ચૂ઼ંટણી યોજાઇ હતી. જૂન મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નેત્રંગના વિપુલ વસાવા સહિત બે જણાએ ઉમેદવારી કરી હતી.
જેમાં વિપુલ વસાવા વિજય થયો હતો. બીજી તરફ મહામંત્રીના પદ માટે ભરૂચના નિખીલ શાહ તેમજ દિવ્યેશ પરમારે ઉમેદવારી કરી હતી. જેમાં ઉમેદવારોએ નવા બનાવેલાં સભ્યોએ તેમના મહામંત્રી તરીકેના ઉમેદવારો માટે ઓનલાઇન મતદાન કર્યું હતું. જૂન મહિનાથી ચાલું થયેલી ચૂંટણી પ્રક્રિયામાં આખરે આજે 2 ડિસેમ્બર પરિણામ જાહર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુુખ તરીકે વિપુલ વસાવા વિજેતાં રહ્યાં હતાં. જ્યારે મહામંત્રી તરીકે ઉમેદવારી કરનારા ભરૂચના નિખીલ શાહે 757 મત મેળવ્યાં હતાં. જ્યારે તેમની સામે ઉમેદવારી કરનારા દિવ્યેશ પટેલને માત્ર 82 મત મળ્યાં હતાં. નિખીલ શાહે વધુ મત મેળવતાં તેઓ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે વિજેતાં થયાં હતાં.

Share

Related posts

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો…

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.

ProudOfGujarat

ભરૂચના આમોદ તાલુકાના દાંદા ગામમાં ખેડૂત સમાજનું સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!