Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોબાઈલથી ફોટો પાડતો હોવાની શંકાએ કહેવા જતાં ધિંગાણું 

Share

ભરૂચના ઝનોર ગામે નજીવા મુદ્દે પરિવાર પર પિતા-પુત્રનો હુમલો
ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે હનુમાન ફળિયામાં રહેતાં કરીશ્મા સોમા માછીના માતા કાશીબેન તેમજ તેમના ફળિયાના માણસો ડાકોર ખાતે રણછોડ રાય ભગવાનના દર્શન કરવા નિકળ્યા હતા. દરમિયાનમાં સવારે સાતેક વાગ્યે તેઓ તેમના ઘરની બહાર બેસીને તુવેર ફોલતી હતી. તે વેળો તેમના ફળિયામાં રહેતો કૌટુંબિક નકુલ કંચન માછી તેનો મોબાઈલ તેની તરફ રાખી જોતો હતો, જેથી તેને એમ લાગ્યું હતું કે તે તેનો ફોટો પાડતો હોય કે વિડીયો ઉતારતો હોય તેવો શક જતાં તેણે તેના પિતા અને ભાઈ સંતોષને જાણ કરતાં તેઓ નકુલને તે બાબતે પુછવા જતાં નકુલ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો. તેમજ ઘરમાંથી લોખંડની કુહાડી લઈ આવી તેમના પર હુમલો કરતાં કરીશ્મા અને તેના પિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અરસામાં નકુલનું ઉપરાણું લઈ તેના પિતા કંચન પણ લોખંડની પાઈપ લઈ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે પણ તેમને માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં મહિલા પોલીસના આપઘાત કેસમાં ઘટસ્ફોટ, સહકર્મી પ્રેમીએ લગ્નની ના કહેતાં આપઘાત કર્યો

ProudOfGujarat

ભરૂચ માં વસતા પારસી સમાજ દ્વારા આજ રોજ પતેતી પર્વ ની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી…

ProudOfGujarat

બોલો કયા બજારમાં લખાવવું છે : અંકલેશ્વરમાં આંકડાનાં જુગારનાં અડ્ડાનો વીડિયો વાયરલ, પોલીસ બે નંબરીઓ સામે ઢીલી પડી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!