Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની 17 વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ – ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો સન્માન પ્રાપ્ત થયું

Share

ભરૂચ શહેરની 17 વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારત ની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બાળપણથી જ ભગવાન માં શ્રધ્ધા, આધ્યાત્મિકતા , સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરી ને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો. ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે.

ઈશ્વરી નું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે. વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર, તેમની પોતાનાં દેશ–શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઇરાદો ધરાવે છે. તે માનેછે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કારસભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે.ઈશ્વરી ના જણાવ્યા મુજબ—
“નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઇલ અને Instagram–Facebookમાં વધુ સમય વિતાવે છે. જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઊર્જા, સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે, તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે.”અત્યારની સિદ્ધિએ ઈશ્વરી જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર, મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે. જિલ્લાનું ગૌરવ વધારનાર
ઇશ્વરી એ સાબિત કરી દીધું છે કે ઉમર નાની હોવા છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓ હવે ફાયર સેફટીથી સજજ બનશે.

ProudOfGujarat

ઝઘડિયાનાં તલોદરા ગામે મોબાઇલ ટાવરની ૨૪ નંગ બેટરીની ચોરી…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!