Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સામાજીક સમરસ્તા દિવસની ઉજવણી

Share

ભરૂચ.
ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સામાજીક સમરસ્તા દિવસનુ જે.પી.કોલેજ ખાતે ભાવસભર આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સમરસ રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા રાખવામાં આવ્યો હતો. જેમાં સમાજમાં સમાનતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રવાદના મૂલ્યોને મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજીક આગેવાન અને મા મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપન ધનજીભાઈ પરમાર અને કોલેજના પ્રિન્સીપાલ નિતીનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુખ્ય પ્રવચન એસવીએમઆઈટી કોલેજના એચઓડી ફિઝિકસ ડિપાર્ટમેન્ટના ડો.નિરાલી ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં યુવાઓ રાષ્ટ્ર નિર્માણ અને સામાજીક સમરસતા માટે કેવી રીતે સક્રિય યોગદાન આપી શકે તેની વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે ધનજીભાઈ પરમારે પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, સામાજીક સમરસતા આ માત્ર શબ્દ નથી પરંતુ એ એવી શક્તિ છે જે રાષ્ટ્રને એક સુત્રમાં બાંધે છે. સમાજને એક દિશા આપે છે અને આપણાં હૃદયોમાં ભાઈચારાનો પ્રકાશ જગાવે છે. ભારત એક વૈવિધ્યસભર દેશ છે. અહીં ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ, પરંપરા બધામાં ભિન્નતા છે. ત્યારપણ આ ભિન્નતા આપણું બળ છે. પરંતુ આ બાળ ત્યારે સક્રિય બને છે જયારે આપણે ભેદભાવને દૂર રાખી માનવ તરીકે માનવને સ્વીકારીએ, સમાનતાને અપનાવીએ અને સહઅસ્તિત્વનું જનત કરીએ.

Share

Related posts

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat

ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગરૂપે લગાવવા માં આવેલ રંગ બે રંગી લાઈટો ના પ્રકાશ માં ભરૂચ શહેર ના માર્ગો ઝગમગી ઉઠ્યા હતા …

ProudOfGujarat

ભરૂચ : અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!