Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોઠી ગામના તલાટી પર પંચાયતમાં જ શખ્સે હુમલો કરતાં ફરિયાદ

Share

શખ્સ પોતાની મિલકતમાં ફેરફારની અરજી કરવા આવ્યો હતો
ભરૂચ.
ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી નંદીની પાર્ક સોસાયટી કરતાં જોર્જ મેકવાન કોઠી તેમજ ત્રાલસા ગામમાં તલાટી કમ-મંત્રી તરીકેની ફરજ બજાવે છે. ગત 18મી ડિસેમ્બરના રોજ કોઠી ગામની ગ્રામ પંચાયતમાં તેઓ નિયમીત કામકાજ કરી રહ્યાં હતાં. બપોરના સવાત્રણેક વાગ્યાના અરસામાં તેઓ તેમજ સરપંચ હસમુખ વસાવા, સભ્ય હિબઝુલ બક્ષ તેમજ વીસીઇ અમિશાબેન વસાવા પંચાયતમાં હાજર હતાં. તે વેળાં ગામમાં રહેતાં સિદ્દીક હાજીમુસા ભગત ગ્રામ પંચાયતમાં આવ્યાં હતાં. તેમને તેમની મિલ્કતમાં ફેરફાર કરવાનો હોવાનું જણાવતાં તલાટી જોર્જ મેકવાને તેમને વીસીઇ પાસેથી મિલકત નંબરની નકલ કઢાવી લાવવા કહેતાં તેમણે મિલકત નંબર યાદ ન હોવાનું જણાવ્યું હતું. તેના મિલકતના પ્રકારમાં કમ્પાઉન્ડવોલ હોવાનું જણાતાં તેમણે તેને સદર મિલકતમાં ફરેફાર કરવા બાબતની અરજી આપવા જણાવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ફેરફાર કરવામાં આવશે તેમ કહેતાં સિદ્દીક હાજીમુસા ભગતે અચાનક ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી મારે આજે ને આજે જ કામ કરાવવાનું છે તેમ કહીં તેમને મારવાની ધમકી આપી તેમની તરફ દોડી જવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, હાજર સરપંચ તેમજ સભ્ય સહિતનાઓને તેને પકડ્યો હતો. જેથી તેમની કાયદેસરની ફરજમાં તેણે રૂકાવટ કરી મારવાની ધમકીઓ આપી હોવાથી તેમણે આખરે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

ProudOfGujarat

ભરૂચ તેમજ સુરત જિલ્લા 6 તાલુકા ની જીવાદોરી પંડવાઈ સુગર ફેક્ટરીમાં 5.50 લાખ ટન શેરડી પીલાણ અટકી પડ્યું છે.

ProudOfGujarat

વર્લ્ડ હાર્ટ ડે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે લોકોને સીપીઆર કેવી રીતે સંચાલિત કરવું તે શીખવવા માટે પ્રોત્સાહિત કરતી આકર્ષક કેમ્પેઈન શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!