Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટેન્કરના ઓઇલ ટેન્કમાં બોલેરો ભટકાવતાં બન્ને વાહનો બળીને ખાખ

Share

દહેજમાં જીસીપીએલ કંપનીના ટર્નિંગ પાસેબનેલી ઘટના
ભરૂચ.
નબીપુર હાઇવે પર એકતા પેટ્રોલિયમ પાસે રહેતો અને મુળ યુપીના પ્રયાગરાજનો વતની અફઝલ અઝહરઅલી મોહંમદ ભવાની રોડ વેઝના ટ્રેલર પર ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે દહેજની અદાણી કંપનીમાંથી કોલસો ભરેલું ટ્રેલર લઇને મધ્યપ્રદેશના મનાવર ખાતે આવેલાં અલ્ટ્રોટેક કંપનીમાં આપવા જવા માટે નિકળ્યો હતો. તે અદાણી કંપનીમાંથી બહાર નિકળી જીસીપીએલ કંપનીના ટર્નિંગ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં જીસીપીએલ કંપની તરફથી એક સફેદ પિકઅપ બોલેરોના ચાલકે પુરઝડપે પોતાની જીપ હંકારી લાવી સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની બોલેરો પિકઅપ તેમના ટ્રેલરના ડિઝલ ટેન્કમાં ભટકાઇ ગઇ હતી. ડિઝલ ટેન્ક ફાટતાં અને સ્પાર્ક થવાને કારણે  તેમાં આગ ભભુકી ઉઠતાં આગે બન્ને વાહનોને ચપેટમાં લેતાં બન્ને વાહનો બળીને ખાખ થઇ ગયાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

લોકસભામાં ચાલી રહેલા મોન્સૂન સત્રમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ પર્વે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રેલી યોજાઇ.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ ના કોંગ્રેસી કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો તો શહેર ના મોટા ભાગ ના વિસ્તારોમાં દુકાનો ના શટર મોડે સુધી બંધ રહેલા જોવા મળ્યા હતા..તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!