Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સાયબર ક્રાઈમ ટીમે ૨૧ અરજદારોને સાયબર ફ્રોડના ૯૩.૪૦ લાખ રૂપિયા પરત કર્યા

Share

૨૦૨૫ દરમિયાન અલગ અલગ બેન્કોમાં સાયબર ક્રાઈમ ટીમે ૧.૮૦ કરોડની રકમ ફ્રીજ કરાવી

ભરૂચ

Advertisement

ભરૂચ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા વર્ષ ૨૦૨૫માં સાયબર ક્રાઈમના ફ્રોડમાં ટ્રાન્સફર થયેલાં ૧.૮૦ કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. જે પૈકીના ૨૧ અરજદારોને ૯૩.૪૦ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યાં છે.

ભરૂચ જિલ્લામાં ઓનલાઈન ઠગાઈના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. ત્યારે વર્ષ ૨૦૨૫માં પણ અલગ અલગ પ્રકારે લોકોને ભોળવી તેમના ખાતામાંથી ઓનલાઈન રૂપિયાની હેરાફેરી કરવાના કિસ્સા બન્યાં હતાં. જોકે, જે તે વ્યક્તિ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ કરી હતી. તે અરજીઓને ધ્યાનમાં લઈ જેતે અરજદારની ફરિયાદ લઈ તેમના નિવેદનના આધારે જે ખાતાઓમાં રૂપિયા ટ્રાસ્કર થયાં હતાં. તે ખાતાઓને ફીઝ કરતાં અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૫૧,૭૫૩ રૂપિયા રાજ્યની તેમજ રાજ્ય બહારની બેન્કમાં ફીઝ કરવામાં આવ્યાં હતાં. દરમિયાનમાં તાજતેરમાં જ યોજાયેલી લોક અદાલતમાં કુલ ૨૧ અરજદારોની ફરિયાદની સુનાવણી થઈ હતી. જેમાં ચીફ કોર્ટ દ્વારા તે અરજદારોને ૯૩,૭૯,૮૩૯ રૂપિયા રીફંડ કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેના પગલે જે તે અરજદારને તેમના રૂપિયા પરત મળી રહે તે માટેની તમામ પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ તેમને તેરા તુજકો અર્પણ અંતર્ગત કુલ ૯૭.૭૯,૮૩૯ રૂપિયા જે તે ૨૧ અરજદારોને ચુકવવામાં આવ્યાં હતાં.


Share

Related posts

ઝઘડીયા એસ.કુમાર કંપનીનાં કામદારોને પગાર નહી ચુકવાતા કંપની બહાર ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

સુરતના સરથાણામાં જવેલર્સ શોપમાં ચોરીની ધટના

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આર.કે નગરમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં બે નકલી ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!