Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ૮૦ લાખના ખર્ચે બનેલાં આઈકોનિક રોડ પર આડેધડ પાર્કિંગ કરતાં કાર્યવાહી 

Share

વાહન ચાલકો રોડની સાઈડમાં, કેટલાંક ફુટપાથ પર વાહનો ચઢાવી મુકતાં
 ભરૂચ
ભરૂચ શહેરની સુંદરતા વધારવા સહિત શહેરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપ્બબ્ધ થાય તે માટેના પ્રયાસો પાલિકા વહિવટી તંત્રએ શરૂ કર્યા છે. ત્યારે તેના ભાગરૂપે શહેરના ભૃગુઋષી બિજથી કલેક્ટર કચેરી થઈને શક્તિનાથ સર્કલ સુધીના રોડને ૮૦ લાખના ખર્ચે આઈકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. ત્યારે આ રોડ પર ટ્રાફિકનો પ્રશ્ન ન સર્જાય તે સહિત રોડ-રસ્તાની મજબુતી રહે તે સહિતની તકેદારી રખાય તે માટેના પણ પગલાં વહિવટી તંત્રએ નક્કી કર્યા છે.
ત્યારે સોમવારે આઈકોનિક રોડ પર આડેધડ અને ગેરકાયદે રીતે વાહન પાર્ક કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે આ રોડ પર ચેકિંગ કરતાં રોડ પર ફોર વ્હિલ ચાલકોએ તેમના વાહનો રોડ પર જ સાઈડમાં પાર્ક કરી દીધેલાં જણાયાં હતાં. કેટલાંક સ્થળે કાર ચાલકોએ તેમની કાર ફુટપાથ પર ચઢાવી દઈ પાર્ક કરી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેના પગલે ટીમે રોડ પર નિયમોનો ભંગ કરીને વાહન પાર્ક કરનારા વાહન ચાલકોને ઓનલાઈન મેમો આપીને દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાંક વાહન ચાલકોએ બીજીવાર તેઓ નિયમોનું પાલન કરશે તેવી આજીજી કરી હતી તો કેટલાંક વાહન ચાલકોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસે સીમચોરીના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!