Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં યશસ્વી રસાયણના સિક્યુરિટી ગાર્ડ પર ચાર જણાનો હુમલો

Share

કંપનીમાં વિઝિટર પાસ બનાવતી વેળા મોબાઈલ મુદ્દે તકરાર થઈ હતી

ભરૂચ

Advertisement

દહેજ નજીક લુવારા ગામે આવેલી પશસ્વી રસાયણ કંપનીમાં વિઝીટર પાસ બનાવવાનું કામ કરતાં એક સિક્યુરિટી ગાર્ડ સાથે એક શખ્સો તેના મોબાઈલને લઈને ઝઘડો થયો હતો. જે બાદ તે શખ્ય ત્યાંથી જતો રહ્યો હતો. અરસામાં સિક્યુરિટી ગાર્ડ નોકરીએથી છૂટી ભાડાની કારમાં અન્ય સાથીઓ સાથે ઘરે જતો હતો. તે વેળાં તે શખ્સે તેના સાગરિતો સાથે મળી તેને કારમાંથી ઉતારી મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુળ મધ્યપ્રદેશના આવીપુરાનો વતની અને હાલમ્પુ દહેજાં ભાડાના મકાનમાં રહેતો ઉપેન્દ્રસિંહ વિજયસિંહ સેંગર લુવારા ગામે આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો.દરમિયામાં બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તે વિઝીટર પાસ બનાવતો હતો. તે વેળાં તેની જ કંપનીમાં કામ કરતાં અને દહેજમાં રહેતાં સાગર નરસિંહ ગોહિલે તેની પાસે ગેટ પર જમા કરાવેલો મોબાઈલ પરત માંગ્યો હતો. જોકે, ઉપેન્દ્રએ તેને આ વિઝીટર પાસે બનાવી તને તારો મોબાઈલ આપું છું તેમ કહેતાં સાગર ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેની સાથે ઝઘડો કર્યો હતો.જોકે, બાદમાં તે મોબાઈલ લઈને જતો રહ્યો હતો. અરસામાં ઉપેન્દ્રસિંહની નોકરી પુરી થતાં તે અન્ય સાધીઓ સાથે ઈકો કારમાં પરે જવા નિકળ્યો હતો. તે વેળાં સાગર ગોહિલે તેના સગારિતો સાથે દહેજના વાડી ફળિયા પાસે ઈકો કાર ઉભી કરાવી તેમાંથી ઉપેન્દ્રસિંહને બહાર કાઢવો હતો. જે બાદ તેણે અને તેની સાથેના અન્ય ત્રણ જણાએ મળી તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તેને ધાકધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે તેણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

ProudOfGujarat

ભરૂચના સ્ટીલના વેપારીને ૧.૩૭ કરોડના માલ સામે આપેલાં ચેકનું પેમેન્ટ અટકાવી ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!