Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમની કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

Share

ભરૂચ,
ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત Student Outreach Programme નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ શેલ્ટર વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિષે ચકાસણી કરવા સાથે આશ્રિતો સાથે સંવાદ કરી તેમના વિશે માહિતી મેળવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવવા સાથે લોકોમાં નાઈટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવા સંકલ્પ લીધો હતો.
મુલાકાત દરમ્યાન ભરૂચ નગરપાલિકાની NULM ટીમ તેમજ કોલેજના પ્રતિનિધિ,શેલ્ટર હોમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

ટ્રેનમાં પિતાની ટિકિટ પર મુસાફરી કરતાં પુત્રને દંડ કરતાં સીટીઆઇ પર હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!