Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાએ શક્તિનાથ ફુડકોર્ટમાં ગંદકી કરનારાઓએ નોટીસ ફટકારી

Share

લારી-ગલ્લાનું ગંદુ પાણી જાહેરમાં ઠાલવી ગંદકી કરાતી હતી

ભરૂચ

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે ચેકિંગ શરૂ કરાઈ છે, જેમાં વિવિધ ફુડકોર્ટ સહિતના સ્થળોની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત જેને વિસ્તારમાં જો કોઈ દુકાનદાર તેનું ગંદુ પાણી જાહેરમાં ફેંકતાં હોય કે અન્ય પ્રકારની બંદકી કરતાં હોય તેમને સ્થળ પર જ દંડ ફટકારવાની તેમજ નોટીસ આપવાની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે. દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાની એક ટીમ શહેરના શક્તિનાથ ફુડકોર્ટ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ થયું હતું, જેમાં સાંજના સમયે એક દુકાન સંચાલકે તેની દુકાનમાંનું ગંદુ પાણી રોડની સાઈડમાં મેદાનમાં ફેંકયું હતું. જેના પગલે ત્યાં ગંદા પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જોકે, ત્યાં જાણે નિયમીત પાણી ફેંકવામાં આવતું હોય તેવી ગંદકી જણાઈ હતી. જેના પગલે ગુરુવારે સવારે ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ તેમજ તેમની ટીમ શક્તીનાથ ફુડકોર્ટ વિસ્તારમાં ધસી ગયાં હતાં. ત્યાં સ્થળ તપાસ કરી ગંદા પાણીના ખાબોચિયાને માટી નાંખી પુરાણ કરી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિસ્તારમાં એક-બે ખુણામાં અતિષય ગંદકી હોઈ ત્યાં તમામ પ્રકારનો કચરો ફેકવામાંઆવતો હોવાનું જણાતાં તેની પણ સાફસફાઈ કરવામાં આવી હતી. જે બાદ તમામ વિસ્તારમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક વેપારીઓને ફુટકોર્ટ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે ગંદુ પાણી ફેંકનાર વેપારીને નોટીસ ફટકારવામાં આવીહતી. આગામી દિવસોમાં ગંદકી કરનારાઓ પાસેથી ભારે દંડ વસુલવામાં આવશે તેમ પાલિકાતંત્રએ જણાવ્યું હતું.


Share

Related posts

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહી અને હની સિંહ તેમના ધમાકેદાર આંતરરાષ્ટ્રીય પંજાબી ગીત પહેલાં પગ ધ્રુજાવતા જોવા મળ્યા.

ProudOfGujarat

ભરૂચ નિઝામવાડી ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!