Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૨૧ દિવસથી બરણીમાં માથું ફસાવી ફરતાં શ્વાનને પકડી રેસ્ક્યુ કર્યું

Share

ભરૂચના ભોલાવ ગામે ધર્મનગર ટાઉનશીપ વિસ્તારની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચના ભોલાવ ગામમાં આવેલાં ધર્મનગર ટાઉનશીપ પાસે છેલ્લા ૨૧ દિવસથી એક શ્વાન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું, ખોરાક મેળવવાની લાલસામાં શ્વાને એક પ્લાસ્ટીકની પારદર્શી બરણીમાં મોટું નાંખતાં હસાઈ ગયું હતું, જોકે, જીવદયા પ્રેમી સંસ્થાને જાણ થતાં તેમને તુરંત દોડી આવી યેનેકેન પ્રકારે પકડી તેના માથામાં ફસાયેલી પ્લાસ્ટીકનો ડબ્બો (બરણી) બહાર કાઢી શ્વાનનો જીવ બચાવ્યો હતો.

ભરૂચના ભોલાવ ગામ પંચયાત વિસ્તારમાં આવેલાં ધર્મનગર નજીક રખડતાં શ્વાનો પૈકીના એક શ્વાને છેલ્લા ૨૧ દિવસથી વિસ્તારમાં ભારે કુતુહલ સર્જી હતી. ભોજન માટે આમતેમ ફરતાં શ્વાને ખાવાની લાલસામાં એક પ્લાસ્ટીકની બરણીમાં મોટું નાંખતાં તેનું માથું ફસાઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને ઘટનાથી વાકેફ કરતાં તેઓ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેઓએ અનેકવાર તેને પકડવાના પ્રયાસ કર્યા હતાં. જોકે, તે ઝાડી-ઝાંખરામાં ઘુસી જતું હોવાથી ત્યાંથી તેને બહાર કાઢવું મુશ્કેલ બનતું હતું. જોકે તેમણે સતત પ્રયાસ ચાલું રાખ્યાં હતાં. દરમિયાનમાં આજે તે પકડાઈ જતાં જીવદયા પ્રેમીઓએ તેના માથામાં ફસાયેલી બરણી આબાદ રીતે બહાર કાઢી હતી છેલ્લાં ૨૧ દિવસથી શ્વાન જીવંત કેવી રીતે રહ્યું તેને લઈને પણ તેઓ વિસ્મયમાં પડ્યાં હતાં. જોકે, તેમણે તેને બચાવી તેના જરૂરી સારવાર કરી મુક્ત કર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

રાજ્યસભામાં થયેલા હંગામાની તસવીરો આવી સામે : લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ

ProudOfGujarat

ભરૂચના મહેગામ ખાતે હિંડોળાના મહાનૈવેધ – ૪ નું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!