Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગરની જિલ્લા જેલમાં દશામાં નું વ્રત કરતા કેદી ભાઈ-બહેનો…

Share

નર્મદા જિલ્લાની જીતનગરની જિલ્લા જેલમાં કેદી ભાઈ બહેનોએ દશામાં વ્રતનો પ્રારંભ કર્યો છે. જેમાં કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન અર્ચના કરી કોરોના મુક્તિની પ્રાર્થના કરી રહ્યા છે.

જેલ અધિક્ષક એલ એમ બારમેરાના જણાવ્યા અનુસાર બંદીવાનોમા કોરોના વાયરસ સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજપીપળા જિલ્લા જેલના અધિકારી દ્વારા સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલભાઈ ગાવિત તથા તબીબી અધિકારીશ દિવ્યાબેન ખેરના સતત પ્રયત્નથી કોરોનાની વેક્સીન દરેક કેદીઓને મુકાવી છે.

અધિક પોલીસ મહનિર્દેશક (જેલ) ડો. કે.એલ.એન. રાવ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ બંદીવાનના સ્વાસ્થય સબંધિત સૂચનાથી આ સુંદર કાર્ય થઈ રહ્યા છે. ત્યારે કેદીઓમા ધાર્મિક ભાવના ખીલે તે માટે જેલમાં કેદી ભાઈ બહેનોએ પણ દશામાં નુ વ્રત કરી રહ્યા છે. એ માટે જેલ અધિક્ષકે મૂર્તિ લાવી આપી પૂજાનો સામાન લાવી વ્યવસ્થા કરી આપી છે. કેદીઓ ભક્તિભાવ પૂર્વક પૂજા કરી કોરોનામાંથી સૌ મુક્ત થાય એવી પ્રાર્થના કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

કાશિકા કપૂરના વખાણનો પૂલ, દિગ્દર્શક વિક્રમ રાયે અભિનેત્રીના ડેબ્યૂ પર કહ્યું આ મોટી વાત.

ProudOfGujarat

વહેલી સવારનાં સમયે ભરૂચ પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!