Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનરેગાનું નામ બદલવાના વિરોધમાં કોગ્રેસ મનરેગા બચાવો આંદોલન કરશે

Share

ભરૂચમાં કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે આંદોલનની રુપરેખા આપી
ભરૂચ.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે વેળાં તૈયાર કરાયેલી મનરેગા યોજનાને નબળી પાડવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી હોવાના આક્ષેપ સાથે શનિવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખાસ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં ભાજપ સરકાર દ્વારા મનરેગાનુ નામ બદલી તેને ધર્મ સાથે જોડીને દુષ્પ્રચાર કરી રહી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે ખાસ પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યાં હતાં કે, કોંગ્રેસના સાશનમાં શરુ કરાયેલી મનરેગા યોજનાને એક સમયે ભાજપ સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી નિરર્થક યોજના અને કોંગ્રેસની નિષ્ફળતાનું પ્રતિક કહેતાં હતા. આજે તે જ યોજનાને નવા રંગરુપ અને જી રામ જી નામ સાથે અમલમાં લાવવાની કવાયતમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા નામ મહાત્મા ગાંધી કે જેને ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રાષ્ટ્રપિતા તરીકે માને છે. તેમનું નામ બદલી મહાત્મા ગાંધીનું અપમાન કરવાની ભાજપની નિતીને લઈને કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. જે યોજનાને ભાજપ સરકાર ખરાબ ગણાવતી હતી. તે જ યોજના માટે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ બજેટ ભાજપે ફાળવ્યું છે. મનરેગા યોજનામાં પહેલાં ૧૦૦ દિવસ રોજગારનો અધિકાર હતો. જોકે, ભાજપ સરકારે ગત વર્ષમાં માત્ર ૬૦ ટકા જ રોજગાર આપી યોજનાને નિષ્ક્રીય કરવાનો પ્રયાસ કર્યો છે .ભાજપની નિતીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જે આંદોલન તબક્કાવાર રીતે પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્યસ્તરે ચલાવવામાં આવશે તેમ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું. મનરેગા એક કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ ખેડૂત-શ્રમિકો, મહિલાઓ તેમજ દલીત-આદિવાસી સમુદાયના લોકોનો કાનૂની અધિકાર છે. ત્યારે મનરેગા બચાવો આંદોલન માત્ર ગુજરાત પૂરતું સિમીત નહીં રાખી સમગ્ર દેશમાં જમીનસ્ત૨ ૫૨ ચાલશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા આવેદન પાઠવાયું.

ProudOfGujarat

અભિનેત્રી કાશિકા કપૂરની ન્યૂ યોર્કની તાજેતરની સફરમાંથી ફોટો ડમ્પ ડ્રોપ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!