Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની હિન્દુસ્તાન એમ.આઈ. શ્વાકો કંપનીએ અચાનક પ્લાન્ટ બંધ કરી દેતાં તેમાં નોકરી કરતાં લેન્ડ લુઝર્સનું ભાવી અંધારમય

Share

ખેડૂતોને બે ઉ બગડ્યાં, જમીન પણ ગઈ અને હવે રોજગારી પણ છીનવાઈ

ભરૂચ

Advertisement

દહેજ સેઝ-૨માં આવેલી લખીગામ પાસેની હિન્દુસ્તાન એમ.આઈ. શ્વાકો લી. કંપનીમાં ફરજ બજાવતાં લેન્ડ લૂઝર્સ સહિત અન્ય કામદારો જેમણે જીવનના મહત્વના વર્ષો કંપનીમાં કામ કરવામાં પુરા કર્યા છે. તેઓને પ્લાન્ટ બંપ થઈ ગયો હોવાનું જણાવી અચાનક નોકરીમાંથી છૂટાં કરી દેતાં કામદારો હવે રોજગાર વિહોણા બન્યા છે. ત્યારે તેમને ન્યાય મળે અને યોગ્ય વળતર મળવા સાથે તેમને અન્યત્ર રોજગારી મળે તેવું આયોજન કરી આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેક્ટરને આવેદન આપ્યું છે.

દહેજ સેઝ-૨માં લખીગામ પાસે આવેલી લખીગામ પાસેની હિન્દુસ્તાન એમ. આઈ શ્વાકો કંપનીએ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫થી પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો હતો પ્લાન્ટ બંધ કરવા માટેની કોઈ પુર્વ સુચના પણ અપાઈ ન હતી અને કામદારોને ગેટ પર નોટિસ લગાવી બારોબાર કંપનીમાંથી બહાર કાઢી મુક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીઆઈડીસીની સ્થાપના સાથે જમીન ગુમાવનારા ખેડૂતોને કાયમી રોજગાર આપવાની બાંહેધરી જે તે વખતે અપાય છે. ત્યારે હવે અચાનક કંપની બંધ કરી દેવાતાં ૨૨થી વધુ લેન્ડ લુઝર્સ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધ તેમની જવાબદારીમાંથી કંપની પલાપણ થઈ રહી છે.

કંપની દ્વારા જમીન આપનારા ખેડૂતોને નોકરીમાંથી છુટા કરી હવે માત્ર ૧.૫૦ લાખથી ૩ લાખ જેટલી ફાઈનલ રકમ આપી તેમની માંગણીઓને દખાવી દેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ જે કર્મચારીઓ તેમની રકમ રિવકારવાનો ઈન્કાર કરે તેમને પમકીભરી નોટિસો આપવામાં આવી રહી છે. જેથી, આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાને પગલે તેમના પડખે ઉભા રહી શુક્રવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ અસરગ્રસ્ત કામદારો એવી ઉમરમાં છે કે, તેમને બીજી ક્યાંય નોકરી મળવી અથરી બની ગઈ છે. અનેક પરિવારો પર થર લોન, બાળકોના ભણતરનો ભાર તેમજ દૈનિક ખર્ચની જવાબદારી છે. ત્યારે નોકરી છીનવાતાં તેમને ભુખે મરવાનો અથવા લોકો સામે હાથ લાંબા કરવાનો વારો આવ્યો છે. ત્યારે કંપની દ્વારા છૂટા કરાયેલાં કામદારોને તેમનું સન્માન જળવાય તે રીતે અને તેમના પરિવારનું ભરણપોષણ થઈ શકે તેવી રકમ અપાય તેવી માંગ છે.


Share

Related posts

સુરત પોલીસે ટ્રકમાં 74 લાખના ગાંજાની હેરાફેરી કરતાં બેને ઝડપી પાડ્યાં

ProudOfGujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયાના શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર આપ ના ઉમેદવાર ચૈતર વસાવા ના સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!