Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

Share

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા

ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ.
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઊછાલી પાસે હનુમાનજી મંદિરના પૂજારી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા કક્ષાના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

शूटिंग नहीं, मुबंई के गड्ढे भरकर दिन की शुरुआत कर रहे हैं विक्की कौशल

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!