Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામ ગામ ખાતે “૫૬”મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

Share

ભરૂચ

ભરૂચ તાલુકાના થામ ગામ ખાતે કાર્યરત દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ-બહેનો માટેનો “૫૬”મો વાર્ષીક પદવીદાન સમારોહ આયોજીત કરાયો હતો. આ સમારોહમાં અલીગઢથી શ્રી રૂકનુદીન સૈયદ ઉર્ફે દાનીશ મિયાં કિછૌછા શરીફ પ્રમુખ પદે ઉપસ્થીત રહ્યા હતા. જ્યારે અતિથી વિશેષ પદે શ્રી મુફતી બદરે આલમ, મુબારકપુર તથા શ્રી ઝયનુલ સૈયદ ખાનકાહે બાગે-ઝીયા ભરૂચ તેમજ શ્રી મન્નાની મિયાં બરેલીથી ઉપસ્થીત રહ્યા હતા અને તેઓનાં હસ્તે આ શૈક્ષણીક વર્ષમાં ઉતીર્ણ થનાર ૮૫ દિકરા-દિકરીઓને સનત તથા પાઘડીઓ અર્પણ કરી હતી અને આગળ ઉત્તરોત્તર પ્રગતી કરવા મહાનુભાવો દ્વારા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા.
કાર્યક્રમનું વિધીવત સંચાલન મુફતી મોહમ્મદ સાહિલ પરવેઝ દ્રારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સભ્યો સર્વ પ્રો. એમ.એસ.કાનુંગો,  સલીમભાઈ ગોરજી,  વલીભાઈ લાંગીયા,  મુસ્તાકભાઈ ગોરજી તેમજ ટીચીંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ આવતા કુલ આંકડો 708 થયો.

ProudOfGujarat

કરજણ ખાતે માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!