એક સ્ટેજ પરથી અશરફી અને રિઝવી આલિમોના શુભહસ્તે 85 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી
ભરૂચ
ધર્મ સાથે દુન્યવી જ્ઞાન પિરસતા ભરૂચના થામ ગામ ખાતે દારૂલ ઉલૂમ મોઈનુલ ઇસ્લામમાં “પ૬”મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 85 આલિમા-ફાઝિલાને પદવી એનાયત કરવામાં આવી હતી.
ભરૂચ બાયપાસ ચોકડીથી માત્ર 7-8 કિમીના અંતરે આવેલા દારૂલ ઉલૂમ મોઈનૂલ ઈસ્લામમાં સાનુકૂળ વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ તાલીમ હાંસિલ કરી રહ્યાં છે જેમાં મોટી સંખ્યાાં દીકરીઓ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં આગેકૂચ કરી રહી છે. આ સંસ્થામાં 550થી વધુ દીકરીઓ, 400થી વધુ દિકરાઓ ભવિષ્યને આકાર આપી રહ્યાં છે.
કિછૌછા શરીફ (યુપી)થી હઝરત રૂકનુદીન સૈયદ ઉર્ફે દાનીશ મિયાંના પ્રમુખ પદે આયોજિત કાર્યક્રમમાં ઝેરે કયાદત હઝરત મન્નાન રઝા ખાન (આલા હઝરત ઈમામ અહમત રઝા સા.ના પ્રપોત્ર), અતિથી વિશેષ પદે જનાબ મુફતી બદરે આલમ (મુબારકપુર), સૈયદ અશરફ ચતુર્વેદી સા (નાલંદા, બિહાર), જનાબ ઝૈનુલ સૈયદ (મુન્ના બાવા- ખાનકાહે બાગે-ઝીયા ભરૂચ), સૈયદ મુનાફ બાવા (વિલાયત) ઉપસ્થિત રહ્યા હતા. તેમના શુભહસ્તે આ શૈક્ષણિક વર્ષમાં ઉતીર્ણ થનાર ૮૫ દિકરા-દિકરીઓને સનદ તથા પાઘડીઓ અર્પણ કરવામાં આવી હતી અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરવા મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભવો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.એચ. કાનુન્ગો વેલફેર દ્વારા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
કાર્યક્રમનું વિધીવત સંચાલન મુફતી મોહંમદ સાહિલ પરવેઝ દ્રારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સભ્યો સર્વ હાજી દાઉદભાઈ ગોરજી, પ્રો. મુશ્ફિક કાનુન્ગો, સલીમભાઈ ગોરજી, વલીભાઈ લાંગીયા, મુસ્તાકભાઈ ગોરજી, સૈયદ મોઈન બાપુ, મૌલાના સરવર આલમ તેમજ ટીચીંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મદરેસામાં આલિમ કોર્સ પછી સીધું કોલેજમાં પ્રવેશ શક્ય મૌલાના અબુલ કલામ આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી સાથે એફિલિએશનને કારણે ધાર્મિક શિક્ષણ પછી કોલેજ-યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવું અત્યંત સરળ થઈ પડ્યું છે. દારૂલ ઉલૂમના અભ્યાસને પણ માન્યતા 10-12ની ડિગ્રી સાથે માન્યતા આપવામાં આવી હોવાથી આલિમ કે આલિમા કોર્સ પછી જે વિદ્યાર્થીને કોલેજ-યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તે સીધો કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. આ માટે દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી સાથે એફિલિએશન કરવામાં આવ્યું છે જેના થકી સ્ટુડન્ટ તેમની શૈક્ષણિક કારકિર્દી આગળ ધપાવી શકે છે. માસ્ટરથી માંડીને પીએચડી કોર્સ તેમજ અન્ય કોર્સ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છેકે દારૂલ ઉલૂમ સંચાલિત રઝા નગર પ્રાથમિક શાળા તેમજ રઝા મેમોરિયલ હાઈસ્કૂલ થકી ધો 5થી 12 સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
