Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાવજના રંગૂન હોલમાં ઓલ ઈન્ડિયા પીજન શો, 450થી વધુ દુર્લભ કબૂતરો આકર્ષણનું કેન્દ્ર

Share

ઓલ ઈન્ડિયા પીજન શોમાં વિવિધ રાજ્યોના કબૂતર પાલકોની નોંધપાત્ર હાજરી

ભરૂચ.

ભરૂચ ખાતે કબૂતર પાલનને પ્રોત્સાહન આપવા તેમજ કબૂતર શોખીનો માટે મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે બીજા ઓલ ઈન્ડિયા પીજન શોનું ભવ્ય આયોજન ચાવજ નજીક આવેલા રંગૂન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી આવેલા કબૂતર પાલકોએ વિવિધ જાતિના કબૂતરો રજૂ કર્યા હતા.

Advertisement

આ શોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોના કબૂતર પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફેન્ટેલ, લાહોર, જેકોબિન, કિંગ, રેસિંગ હોમર સહિત કુલ 14 અલગ-અલગ બ્રીડના આશરે 450 જેટલા આકર્ષક અને દુર્લભ જાતિના કબૂતરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

કબૂતરોની જાતિ, શારીરિક રચના, રંગછટા, સૌંદર્ય અને આરોગ્યના માપદંડોને આધારે ઇન્ટરનેશનલ સ્તરના અનુભવી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન બાદ શ્રેષ્ઠ કબૂતરોને પુરસ્કારો અને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા કબૂતર પાલન સંબંધિત યોગ્ય આહાર, રસીકરણ, આરોગ્ય સંભાળ તેમજ સંરક્ષણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને પશુ–પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

બીજા ઓલ ઈન્ડિયા પીજન શોમાં કબૂતર પાલકો, શોખીનો તેમજ શહેરના નાગરિકોની વિશાળ હાજરી જોવા મળી હતી. આયોજકોની કઠોર મહેનત અને સઘન આયોજનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Share

Related posts

મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળા આવશે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!