Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના શુક્લતીર્થ ગામે ૫.૨૬ લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ :રાજકિય આગેવાનના ફાર્મ હાઉસમાંથી પકડાયો હોવાની લોકચર્ચા

Share

 

 

Advertisement

। ભરૂચ ।

ભરૂચના શુક્લતીર્થ ગામે એક ખેતરમાં આવેલાં મકાનની પાછળ સંતાડેલાં ૫.૨૬ લાખના વિદેશીદારૂના જથ્થા સાથે ગામના જ એક બૂટલેગરને એલસીબીની ટીમે ઝડપી પાડયો છે. કોસંબાના એક શખ્સ પાસેથી દારૂ મેળવ્યાની કબુલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે, સમગ્ર મામલાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. એક મોટા ગજાના નેતાના અંગત મનાતા એક રાજકિય આગેવાનના ફાર્મ હાઉસમાંથી જ દારૂ પકડાયો હોવાની ભારે ચર્ચાએ જોર પકડયું છે.

ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શુક્લતીર્થ ગામે રહેતાં કાર્તિક પટેલ નામના બૂટલેગરે ગામની સીમમાં આવેલાં તેના મિત્રના ખેતરમાં આવેલાં મકાનના પાછળના ભાગે મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી ટીમે એક્શનમાં આવી સ્થળ પર દરોડો પાડતાં એક શખ્સ અલગ અલગ પ્લાસ્ટીકની થેલીઓ લઈને ખેતરમાં બનાવેલાં ઘરની પાછળ ઉભો હોવાનું જણાતાં ટીમે તેને ઝડપી પાડયો હતો. પુછપરછમાં તેનું નામ કાર્તિક સુરેશ પટેલ (રહે. માછીવાડ, શુક્લતીર્થ) હોવાનું તેણે કબુલ્યું હતું. દરમિયાનમાં ટીમે તેની પાસેથી થેલીઓમાં તપાસ કરતાં તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારુની બોટલો મળી આવી હતી. ટીમે તેની ગણતરી કરતાં કુલ ૫.૨૯ લાખથી વધુની મત્તાની અગલ અલગ બ્રાન્ડની વિદેશીદારુની ૧૭૬૪ બોટલો મળી આવતાં ટીમે વિદેશીદારૂ તેમજ બે મોબાઈલ મળી કુલ ૬.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યુ હતું કે, તેણે કોસંબા ખાતે રહેતાં તેના બૂટલેગર મિત્ર જિજ્ઞેશ ઉર્ફે જીગો અવધૂત પટેલ પાસેથી વિદેશીદારૂ મંગાવ્યો હતો. તે દારૂ તે તેના મિત્રના ખેતરમાં આવેલાં ઘરની પાછળ સંતાડી વેપલો કરતો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્ર ઉલ્લેખનિય છે કે, દારૂ પકડાવાનો આખા મામલો લોકોમાં ભારે ચર્ચાના એરણે છે. જિલ્લામાં મોટું નામ ધરાવતાં મોટા ગજાના નેતાના એકદમ અંગત મનાતા અને એક રાજકિય પક્ષમાં સારો હોદ્દો ધરાવતાં આગેવાનના ફાર્મ હાઉસમાંથી દારૂ પકડાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેમજ રાજકિય આગેવાનનું નામ જાહેર ન થાય તેવા પ્રયાસ કરાયાં હતાં. દિગ્ગજ નેતાના પિટ્ટુ પર બટ્ટુ ના લાગે તે માટેના ભારે પ્રયાસ થયાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.જોકે, પોલીસે બૂટલેગરના મિત્રનું નામ જાહેર કરતાં ભારે તર્કવિતર્ક સર્જાયાં હતાં.


Share

Related posts

ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતો વાપીનો વેપારી ઝડપાયો.

ProudOfGujarat

લોકડાઉન બાદ બંધ થયેલ અંકલેશ્વર રાજપીપલા ટ્રેન ક્યારે શરૂ કરાશે?

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!