Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજસ્થાનમાં 13 વર્ષની બાળકી સાથેના અમાનવીય કૃત્યના વિરોધમાં ભરૂચમાં મહિલાઓની મૌન રેલી :  શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, દોષિતોને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

Share

 

ભરૂચ:

Advertisement

 

રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષની બાળકી સાથે થયેલા અમાનવીય કૃત્યના ઘેરા પ્રત્યાઘાત ભરૂચમાં પણ પડ્યા છે. ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લાની મહિલા સંચાલિત વિવિધ સંસ્થાઓએ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

આ ઘટનાના વિરોધમાં મહિલાઓ દ્વારા ભરૂચના શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને પીડિત બાળકી માટે ન્યાયની માંગ કરી હતી.

મૌન રેલી બાદ મહિલા પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટનામાં સંડોવાયેલા દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

મહિલા સંસ્થાઓએ જણાવ્યું હતું કે, બાળકીઓ અને મહિલાઓ સામે બનતી આવી ઘટનાઓ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આવા ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક સજા દ્વારા સમાજમાં દાખલો બેસાડવામાં આવે તે જરૂરી છે.


Share

Related posts

ભરૂચના કોટપારસી વિસ્તારમાં આર. એસ. દલાલ હાઇસ્કુલ પાછળ ના માર્ગને ખુલ્લો કરવા કલેકટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

કોરોનાની ત્રીજી લહેરના અનુમાનને પગલે હાઈકોર્ટે રૂપાણી સરકારને હાઇકોર્ટનો આદેશ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભિક્ષુકોનાં મોત થવાથી તે ગરમી અથવા બીમારીથી થવાની શંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!