Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અનસુયા જે મોદી પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ બહેનોને પ્રમાણપત્રો અને મેડલ એનાયત

Share

જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચના વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમાર્થી બહેનોનો પદવીદાન સમારંભ યોજાયો

ભરૂચ

Advertisement

તાજેતરમાં જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચ દ્વારા સંચાલિત પરમેનન્ટ પ્રોજેક્ટ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વ્યવસાયિક તાલીમ લઈ રહેલી જરૂરિયાતમંદ બહેનોનો પદવીદાન સમારંભ કસક સર્કલ ખાતે આવેલ ઘરડા ઘરના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ બેઝિક, કોમ્પ્યુટર, કેટરિંગ તેમજ ફોટોગ્રાફી જેવા કોર્ષમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને બેસ્ટ સ્ટુડન્ટ અને ટોપર એવોર્ડ સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વુમન એમ્પાવરમેન્ટ સંસ્થા તથા ગુજરાત સરકાર સંચાલિત યુવાસ્કીલ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટ કેપિટલ સર્વિસીસ લિમિટેડના એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ શ્રીમતિ જુલી શાહે પોતાની પ્રેરણાત્મક વક્તવ્ય દ્વારા હાજર સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલીવાલાએ તાલીમાર્થી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ શાહ, JSG ભરૂચ વેલ્ફેર ટ્રસ્ટના ચેરમેન ઘીરેન્દ્રભાઈ શાહ, પ્રોજેક્ટના પ્રેરણા સ્રોત કમલેશભાઈ ઉદાણી તથા JSG ભરૂચના પ્રેસિડન્ટ યુગેશ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સંસ્થાના કો-ચેરમેન, કાર્યકર્તા બહેનો, સ્ટાફ તથા તાલીમાર્થી બહેનો મળી કુલ અંદાજે 300 જેટલા બહેનોની હાજરીથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Share

Related posts

નડીઆદ શહેર તથા ટુંડેલ ગામે ૮ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ ટાઉન પોલીસ ને શહેરમાં વકરેલા ટ્રાફિક ની સમસ્યા ને લઇને રસ ન હોય કોઇ કાર્યવાહી નહીં,રાજકીય ઇશારે માત્ર નગરપાલિકા સામે ના દબાણો ફરી ત્રીજીવાર તવાઇ..

ProudOfGujarat

સ્મોલ ફાઇનાન્સ બેંક રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!