Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પારખેત ગામે વારંવાર ફોન કરનાર પત્નીને પતિએ ઢીબી નાંખી

Share

ઈજાગ્રસ્તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, પાલેજ પોલીસમાં ફરિયાદ

ભરૂચp

Advertisement

ભરૂચ તાલુકાના પારખેત ગામે ટંકારિયા રોડ પર રહેતી જ્યોત્સના ભરત વસાવા તેના ઘરે હતી. તે વેળાં તેનો પતિએ નોકરીએથી ઘરે આવીને તુરંત જ તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે તું કેમ મને વારંવાર ફોન કરે છે તેમ કહી તકરાર કરતાં જયોત્સનાએ જણાવ્યું હતું કે, તેની માતા અને બહેન કરજણ ખાતે કપડાં લેવા માટે જવાના હતાં અને તેને પણ કપડાં મંગાવવાના હતાં જેથી તેણે ફોન કર્યો હતો. જોકે, તેના પતિ ભરતે તેને અપશબ્દો ઉચ્ચારી તેના પર તેને કોઈ સાથે આડો સંબંધ હોવાનો ખોટો શક રાખી તેની સાથે ઝઘડો કરી તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયા ખાતે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 294 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ સબ જેલમાં ભાઈના હાથમાં રાખડી બાંધતા બહેનોની આંખોમાં આંસુ છલકાયા : કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચેનો પ્રેમ, લાગણી અને પરિવારના અતૂટ સંબંધોની અનોખી ઝલક જોવા મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!