Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્મશાન ભુમી પાસે ભુતમામાના મંદિર નજીક જુગાર રમતાં ૪ ઝડપાયાં

Share

ભરૂચના બંબાખાના વિસ્તારના બહુચરાજી ઓવારા પાસેની ઘટના

। ભરૂચ ।

Advertisement

ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઓફિસમાં કાર્યરત હતો. તે વેળાં ચોક્કસ બાતમી મળી હતી કે, બંબાખાના વિસ્તારમાં બહુચરાજી ઓવારાની બાજુમાં આવેલાં સ્મશાન ભુમીના સામે ભુતમામાના મંદિર ની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાંક જણાએ જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે ટીમે તુરંત એક્શનમાં આવી સ્થળ પર દરોડો પાડયો હતો. સ્થળ પર ચાર જુગારિયાઓ જુગાર રમતાં હોવાનું જણાતાં ટીમે તમામને સ્થળ પરથી ઝડપી પાડી તેમની પુછપરછ કરતાં તેમના નામ રાજેશ નટવરલાલ મિસ્ત્રી,મલ્કેશ કરશન મિસ્ત્રી, કેતન મુકેશ મિસ્ત્રી તેમજ રતીલાલ છીતાભાઈ મિસ્ત્રી હોવાનું માલુમ પડયું હતું. ટીમે દાવપર લાગેલાં તેમજ ઝડપાયેલાં જુગારિયાઓની અંગઝડતીમાંથી મેળવેલાં મળી કુલ ૩ હજારથી વધુની રોકડ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.


Share

Related posts

કરજણ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે ૪૫ વર્ષથી વધુની વયનાં ૧૮૭૦ નાગરિકોએ કોવિડ-૧૯ ની રસી લીધી હતી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!