Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત : ઇફ્તાર અને તરાવીહ સમયે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પોલીસ બંદોબસ્તની માંગ

Share

ભરૂચ
આવનારા પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે જિલ્લા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં રમજાન દરમિયાન ઈફ્તાર અને તરાવીહના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે ભાર સર્જાતો હોવાનું જણાવાયું છે.
ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તાર, મોહંમદપુરા થી બાયપાસ માર્ગ, સિફા સર્કલ નજીક તેમજ ફાટાતળાવ – કતોપોર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય નાગરિકો, રોજિંદા કામદારો તેમજ વેપારીઓને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાફિકની અવ્યવસ્થા કારણે ઈમરજન્સી સેવા વાહનોની અવરજવર પણ અવરોધિત થવાની શક્યતા રહે છે, જે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે.
જિલ્લા પોલીસ તંત્રને વિનંતી કરવામાં આવી છે કે રમજાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં ખાસ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે.
નાગરિકોએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પગલાં ભરવાની માંગ કરી છે, જેથી રમજાન માસ દરમિયાન શ્રદ્ધાળુઓ તેમજ શહેરજનોને અવરજવરમાં રાહત મળી રહે.

Share

Related posts

પત્રકાર એકતા સંગઠન–ગુજરાતની ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

ચંદીગઢ યુનિવર્સિટી MMS કેસમાં મોટો ખુલાસો.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઝવરા ખાંટના મુવાડા ગામને સ્મોક ફ્રી તેમજ પોલ્યુશન મુક્ત જાહેર કરાયું. જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!