Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDC પોલીસનો વાહનચોરી રેકેટનો ભંડાફોડ: પાંચ ચોરાયેલ મોટરસાયકલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, ગેરેજ માલિક પણ સકંજામાં

Share

અંકલેશ્વર :

અંકલેશ્વર GIDC પોલીસે વાહનચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે અલગ-અલગ સ્થળેથી ચોરાયેલી પાંચ મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, મોતાલી ગામની સહયોગ હોટલ નજીક આવેલી શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજુકુમાર રામઆશિષ પ્રજાપતિના મિત્રની અંદાજે રૂ. 20 હજાર કિંમતની મોટરસાયકલ ભડકોદ્રાના એપલ પ્લાઝા પાસે પરથી ચોરી થઈ હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર નજીકથી પણ રૂ. 30 હજાર કિંમતની બાઇક ગાયબ થઈ હતી.

આ બનાવોની ફરિયાદના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ભડકોદ્રાના અયોધ્યા નગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંગને ઝડપી પાડ્યા હતા.

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કુલ પાંચ જેટલી મોટરસાયકલ ચોરી કરવાની કબૂલાત કરી હતી. તેમણે ચોરાયેલા વાહનો કોસમડી વિસ્તારમાં આવેલ આયાના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ સમસૂલ હસન સિદ્દીકીને વેચ્યા હોવાનું ખુલાસો કર્યો હતો.

આ માહિતીના આધારે પોલીસે ગેરેજ માલિકને પણ કાબૂમાં લઇ ચોરાયેલ તમામ વાહનો જપ્ત કર્યા છે. ત્રણેય આરોપીઓ સામે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


Share

Related posts

દહેજ ભરૂચ હાઇ-વે પર દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ નગરમાં આવેલ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો તથા ઇમારતો માટેની મુલાકાત યોજી તેનું મહત્વ સમજાવવા હેતુસર આજરોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્રહરિત પીગમેન્ટ ને ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ના નિકાલ માટે ક્લોસર આપતી જીપીસીબી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!