Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શાલીમાર રિલાયન્સ મોલ પાસે કારમાં આવેલાં ચાર જણાની સિક્યુરીટી ગાર્ડને જાનથી મારવાની ધમકી

Share

રોડ પર બે કાર ચાલકો વચ્ચે તકરાર થતાં સાઇડમાં વાહન લેવા કહેતાં મામલો બિચકાયો હતો
ભરૂચ.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલાં શાલીમાર રિલયાન્સ મોલ ખાતે વિજય સિક્યોરિટી નામની એજન્સીના 62 વર્ષિય સિક્યુરિટી ગાર્ડ ગોવિંદ શાહ ફરજ બજાવી રહ્યાં હતાં મોલની સામે બે કાર ચાલકો ઝઘડો કરી રહ્યાં હતાં. જેના પગલે સિક્યુરિટી ગાર્ડ ગોવિંદ પ્રલ્હાદશાહે તેમને ઝઘડો રોકવા જતેમજ તેમના વાહન પાર્કિંગમાં રાખવા જણાવ્યું હતું. દરમિયાનમાં એક શખ્સે તેમને પણ અપશબ્દો ઉચ્ચારી તું કોણ છે, તારી ઓકાત સિક્યોરિટીની છે તો માપમાં રહેજે તુ મને ઓળખતો નથી તેમ કહીં તેણે ધમકીના સ્વરમાં પોતાનું નામ યુનુસ હાજીએહમદ પટેલ ( રહે.મનુબર) હોવાનું જણાવી તેમની સાથે તકરાર કરી હતી. દરમિયાનમા યુનુસ પટેલની સાથે આવેલાં અન્ય એક દાડીવાલા શખ્સે પણ તેમને ધમકાવી અમે વિદેશમાં રહીએ છીએ તમારાથી થાય તે કહીં લેજો તેવી ધમકી આપી માર માર્યો હતો. તેમની સાથે અન્ય બે શખ્સો પણ હોઇ વિજય સિક્યોરિટીના કોન્ટ્રાકટરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખ્સો સામે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

 ભરૂચ જિલ્લાના દુબઈ ગયેલાં લોકો યુદ્ધની સ્થિતીમાં અટવાયાં પણ હાલ સુરક્ષિત

ProudOfGujarat

સામાન્ય આહાર પદ્ધતિ કે રસોઈની રીતમાં ફેરફાર કર્યા વિના જ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ દૂર કરવા સંકલ્પ

ProudOfGujarat

દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!