Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સિઝરોના અન્ય લોકોને પણ ધમકાવી રુપિયા પડાવી લેવાના કારસા સામે આવ્યા

Share

લોનના હપ્તા બાકી હોવાની ધમકી આપી સેટલમેન્ટના નામે રૂપિયા પડાવતાં ભરૂચના એક રીક્ષા ચાલકે સિઝર યોગેશ બેલેરવા સહિત બે સામે ફરિયાદ નોંધાવી

 

Advertisement

ભરૂચ.

 

ભરૂચમાં સિઝર સહિત ૪ જણાએ એક શખ્સને રૂપિયા માટે ધાકમકીઓ આપર્તા એક શખ્સનું હ્રદય રોગના હુમલાથી મોત થયું હતું. ઘટનાને પગલે એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી સિઝર યોગેશ બેલેરાવ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. દરમિયાનમાં અન્ય ચારેક ભોગ બનનારાઓએ એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતાં યોગેશ બેલેરાવ સહિત બે સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

ભરૂચના નંદેલાવ ખાતે આવેલાં સરદાર આવાસમાં રહેતાં અને મુળ ખેડાના વતની એવા શરીફખાન મહેબુબખાન પઠાણ દહેજની એક કંપનીમાં ફાયરસર્વિસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. ઉપરાંત પાર્ટ ટાઈમમાં રીક્ષા ચાલવે છે. જે રીક્ષા તેમણે સિતપોણ ગામના રફીક ફોદીવાલા પાસેથી બચતથી ચલાવવા માટે લીધી હતી. તેઓ સ્ટેશનથી ચાવજ રોડ પર રીક્ષા ચલાવતાં હતાં. દરમિયાનમાં ગત ૧૪મી નવેમ્બર ૨૦૨૫ના રોજ સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં તેઓ રીક્ષા લઈને ચાવજ તરફ જઈ રહ્યાં હતાં. જોકે, નંદેલાવ રોડનું કામ ચાલુ હોઈ તેઓ સ્ટેશનથી શક્તિનાથ થઈ ભગુઋષી બ્રિજ નીચેથી ચાવજ જતાં હતાં અરસામાં જૂની મામલતદાર કચેરી સામે બ્રિજની પાસે યોગેશ બેલેરાવ ( આચારજીની ચાલ) તેમજ સંજય વસાવાએ તેમની રીક્ષા રસ્તામાં રોકી હતી. તેમજ તેમને ધમકાવી લોનના ૧૨૦૦૦ની માંગણી કરી હતી. તેમજ રૂપિયા નહીં ભરે તો રીક્ષા ગોડાઉનમાં રખાવી દેશે. જેથી તે ગભરાઈ ગયાં હતાં. તેમણે રકઝક કરવા છતાં તેમની વાત નહીં માની તેમને ધાકધમકીઓ આપવાનું જારી રાખ્યું હતું. આખરે પતાવટ કરવાના બદલામાં ૫ હજારની માંગણી કરી હતી.

જોકે, તેમની પાસે રોકડા નહીં હોવાનું જણાવતાં યોગેશે તેના ગુબલ પે પર રૂપિયા જમા કરવા જણાવી તેમની પાસેથી ૫ હજાર લીધા હતાં. તેમણે રસીદ માંગતાં તે સેટલમેન્ટ હોવાથી તેની રસીદ ન મળે તેમ ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું હતું. જોકે, તે પાંચ હજારની એન્ટ્રી તેમના લોનમાં ક્યાંય દેખાઈ ન હતી. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે,લાલબજાર વિસ્તારમાં રહેતાં સમીરાબાનુ મહંમદ શબ્બીર મલેકને પણ તેમની મોપેડ રોકાવી તેમની પાસેથી સેટલમેન્ટના નામે બળજબરીથી ૩ હજાર પડાવી લીધાં હતાં. ઉપરાંત ભોલાવના શિખર બંગ્લોઝ ખાતે રહેતાં રાજેશ ચંદુભાઈ તંતી પાસેથી ૧૦ હજાર તેમજ શેરપુરાના સફારી પાર્ક ખાતે રહેતા સેક અલી સાજીદાઅલી સૈયદ પાસેથી ૫૦૦ રૂપિયા પડાવી લીધાં હતાં. જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

ભાવનગરની સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત “હંગેરી”માં ભારતીય શાસ્ત્રીય નૃત્યનો પ્રસાર કરશે.

ProudOfGujarat

દેશના મોટા ગેંગસ્ટરો સામે NIA ની કાર્યવાહી, હરિયાણા-પંજાબ અને રાજસ્થાનમાં દરોડા ચાલુ

ProudOfGujarat

માંગરોળ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોનાં નિરાકરણની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!