Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ GIDCમાં ₹4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 9 આરોપી ઝડપાયા

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી અંતર્ગત પાલેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ₹4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા.22/02/2026ના રોજ કંપનીના સ્ટોરરૂમમાંથી 120 ઝિંક બોટમ ડ્રોસ (કુલ વજન અંદાજે 3000 કિલોગ્રામ)ની ચોરી થઈ હતી. કંપનીના જનરલ મેનેજરની ફરીયાદના આધારે પાલેજ પોલીસ સ્ટેશન પાટગ-એ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર તપાસ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલેજ ગામના જુના ભીલવાડા વિસ્તારમાંથી 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે રિસીવરોને પણ પાલેજ અને વડોદરાથી ઝડપી લેવામાં આવ્યા હતા. આમ કુલ 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ચોરાયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4), 305(એ), 54 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલેજ પોલીસની ઝડપી અને સુચિત કામગીરીથી ઉદ્યોગ વિસ્તારમાં સર્જાતી ચોરીની ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.

પકડાયેલ આરોપીઓના નામ:

અજયભાઈ મુકેશભાઈ વાદી (પાલેજ)
જુગેશભાઈ હરમાનભાઈ વાદી (પાલેજ)
અજયભાઈ હરમાનભાઈ વાદી (પાલેજ)
દિલીપભાઈ રાજુભાઈ વસાવા (પાલેજ)
રાહુલ અજીતભાઈ વસાવા (પાલેજ)
કિરણ કાલિદાસ વસાવા (પાલેજ)
રમણ શના વસાવા (અટાલી, તા. કરજણ)
સાજીદ રહીમ મલેક (પાલેજ – રિસીવર)
પુષ્પેન્દ્ર રમેશચંદ્ર અગ્રવાલ (વડોદરા – રિસીવર, મૂળ રાજસ્થાન)


Share

Related posts

ભરૂચ જિલ્લા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ઘટેલી દુર્ઘટનાં મામલે સમસ્ત જિલ્લા માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ આપતા એનજીટી દ્વારા કંપનીને રૂપિયા 25 કરોડ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

નર્મદા જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલના દેવ શાહે હેટ્રિક મારી  અગાઉ સ્કૂલ અને તાલુકા કક્ષા એ પ્રથમ નંબર બાદ હાલ જીલ્લા કક્ષા એ દ્વિતીય સ્થાન મેળવ્યું 

ProudOfGujarat

અંકલેશ્વર : બેંકોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!